/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/3a835aa3-6e2f-497b-a5d4-d64d87ca17dc.jpg)
કોંગ્રેસે પોતાનો ગઢ જાળવી રાખવા 26 સભ્યોને રાખ્યા હતા ઉપલેટાના ફાર્મહાઉસમાં
રાજ્યભરની તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. છેલ્લાં કેટલાંય સમયથી આ ચૂંટણી માટે બંને પક્ષો દ્વારા એડિ ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતમા ફરી એક વાર કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાય આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર અલ્પાબેન ખાટરીયાની પ્રમુખ પદે વરણી કરાય હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે સુભાષભાઈ માંકડિયાની વરણી કરવામા આવી હતી. આમ, કોંગ્રેસે એક ઓબીસી અને એક સવર્ણ જ્ઞાતિના વ્યક્તિને પ્રમુખ ઉપપ્રમુખ પદની વહેંચણી કરી હતી.
કોંગ્રેસે પોતાનો ગઢ જાળવી રાખવા સભ્યોને રાખ્યા અજ્ઞાત સ્થળે
રાજકોટ જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી માટે અલ્પાબેન ખાટરીયાના પતિ અર્જુન ખાટરીયા કે જેઓ જિલ્લા પંચાયતની કારોબારી સમિતીના ચેરમેન છે. તેઓ એ ચૂંટણી પહેલા પોતાના 26 સભ્યોને ઉપલેટાના ફાર્મહાઉસમાં નજર કેદ કરી રાખ્યા હતા. ત્યારબાદ આજે સવારે તેમને સામાન્ય સભા પહેલા બસમાં લાવવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતની ચાલતી પ્રક્રિયામાં મીડિયા પર ડીડીઓના આદેશથી પ્રતિબંધ લગાવી દેવામાં આવતા ભારે ઉહાપોહ મચી જવા પામ્યો હતો. જો કે બાદમાં અર્જુન ખાટરીયાએ મધ્યસ્થી કરતા અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો.
કેટલા સભ્યો રહ્યા ગેરહાજર
આજે રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં 36 સભ્યોમાંથી 32 સભ્યો હાજર રહ્યા હતા અને 4 સભ્યો ગેરહાજર રહ્યા હતા. 14 મહિલા અને 18 પૂરૂષ સભ્યો હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપ્રમુખની ચૂંટણીમાં એક સમયે કર્ણાટક જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. કોંગ્રસના 26 સભ્યોને ભાજપમાં ભેળવવા ભાજપ દ્વારા ભારે મથામણ થઇ હતી પરંતુ આખરે કોંગ્રેસના અલ્પાબેન ખાટરીયા પ્રમુખ અને ઉપ્રમુખ તરીકે સુભાષભાઇ માકડિયા નિમાયા છે.
ઢોલી પર ઉડાડવામા આવી 500 અને 2000 રૂપિયાની ચલણી નોટો
ઢોલી પર રૂપિયા ઉડાડી ઉજવણી કરાઇ હતી. જિલ્લા પંચયાતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરાતા કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઢોલી પર રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા. 500-2000ની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.