રાજકોટઃ ટ્રાવેલ્સની ઓફિસમાં 5 શખ્સોની તોડફોડ, થયા CCTVમાં કેદ

New Update
રાજકોટઃ ટ્રાવેલ્સની ઓફિસમાં 5 શખ્સોની તોડફોડ, થયા CCTVમાં કેદ

ઓફિસ-ગોડાઉનમાં ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ ધમાલ મચાવી કર્મચારીને માર માર્યો

રાજકોટમાં શિવકૃપા ટ્રાવેલ્સ એન્ડ કાર્ગો નામની ઓફિસ-ગોડાઉનમાં ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ ધમાલ મચાવી હતી. છકડો રિક્ષામાં લઇને આવેલા આ અજાણ્યા શખ્સોએ ઓફિસમાં તોડફોડ કરી કર્મચારીને પણ માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

પાર્સલનાં પૈસાને મુદ્દે બોલાચાલી થઇ હતી. જેમાં ચારથી પાંચ શખ્સો હાથમાં ધોકા લઇને ઓફિસમાં ધસી આવ્યા હતા. જેમણે ઓફિસમાં બેઠેલા કર્મચારીને માર મારી તોડફોડ કરી હતી. ઓફિસમાં તોડફોડ કર્યા બાદ તમામ શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા.

Latest Stories