/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/maxresdefault-93.jpg)
પ્રેમિકાના ભાઈઓએ યુવાનનું અપહરણ કરી માર માર્યો
રાજકોટ શહેરમાં નજીવી બાબતે લોકો પોતાના હાથમાં કાયદો લેતા અચકાતા નથી. જેથી જ રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. શુક્રવારે સાંજના સમયે શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલ ગિરિરાજ હોસ્પિટલ નજીક આવેલ જગન્નાથ ચોક પાસેથી નિલેશ રાઠોડ નામના શખ્સનુ અપહરણ કરવામા આવ્યુ હતુ.
અપહરણકર્તા બાઈકમાં બેસાડીને નિલેશ રાઠોડને અજ્ઞાત સ્થળે લઈ ગયા હોવાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજની ચકાસણી શરૂ કરી હતી.સાથે શહેરમાંથી બહાર જવાના રસ્તાઓ પર નાકાબંધી પણ કરી દીધી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઝીણવટભરી તપાસ કરી ગણતરીની કલાકોમાં ભોગ બનનાર યુવકને છોડાવી લીધો હતો.
પ્રાથમિક તપાસમાં નિલેશ રાઠોડ નામના યુવકને ક્રિષ્ના છગનભાઈ સિંધવ નામની યુવતી સાથે સબંધ હોઈ જેથી તેણીના ભાઈ સહિતના લોકો દ્વારા અપહરણ કરી મારા મારવામા આવ્યો હતો. ક્રિષ્ના પોતે પરણિત છે જો કે બે વર્ષથી તે તેના પતિ સાથે રહેતી નથી. તો બિજી તરફ નિલેશ રાઠોડ સાગર હેર આર્ટ નામે દુકાન ઘરાવે છે.
નિલેશને શહેરના 150 ફૂટ રિંગરોડ પરના પુનિતનગર વિસ્તારની કર્મચારી સોસાયટી નજીકથી ગણતરીની કલાકોમાં જ શોધી કાઢવામાં આવ્યો હતો. તેમજ પોલીસે યુવતીના ભાઈ સહિત 5 જેટલા લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.