વાસણ માંજવાના લિક્વિડ વેચાણની ફેરી કરતા યુવકને લોકોના ટોળાએ ગોંડલ હાઈવે ઉપર રોક્યો હતો
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં બાળકો ઉપાડી જતી ટોળકીની અફવાનું બજાર ગરમ છે. ત્યારે વધુ એક કિસ્સો રાજકોટના ગોંડલમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં બાળકો ઉપાડી જવાના આરોપસર એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો છે
ગોંડલના નેશનલ હાઈવે પર ઉમવાડા ચોકડી પાસે આજે વાસણ માંજવાના લિક્વિડ વેચાણની ફેરી કરતા એક યુવકને લોકોના ટોળાએ રોક્યો હતો. તેને બાળકો ઉઠાવી જનાર છે એવું સમજીને માર માર્યો હતો. બાદમાં માલૂમ પડ્યું હતું કે આ યુવક રાજકોટથી આવ્યો છે. અને વાસણ માંજવાના લિક્વિડની ફેરી કરતો હોવાનું માલુમ પડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આવી કોઈ વ્યક્તિ દેખાય તો તરત જ પોલીસને જાણ કરવા અનુરોધ પણ કરાય છે ત્યારે ગુસ્સો ભરાયેલ લોકો કાઈ જ વિચાર્યા વગર અફવાઓ પર વિશ્વાસ કરી નિર્દોષને માર ખાવાનો વારો આવ્યો છે.