રાજકોટમાં CMના નિવાસસ્થાને મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસે અટકાવી

New Update
રાજકોટમાં CMના નિવાસસ્થાને મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસે અટકાવી

પડધરીના નાની અમરેલી ગામે મારામારી થઇ હતી, એફઆઇઆરમાં ભાજપના પૂર્વ ધારાસભ્યનું નામ ઉમેરવા કરી માંગ

રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસ્થાને આજે હેતલ મકવાણા નામની મહિલાએ આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મહિલાએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતાં જ પોલીસે મહિલા સહિત ચાર લોકોની અટકાયત કરી લીધી હતી. તેમને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. મહિલા આત્મવિલોપન કરશે તેવું જાણવા મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ફાયર સહિતનો સ્ટાફ ખડેપગે રાખી દેવામાં આવ્યો હતો. મહિલાની માંગ છે કે પડધરી પાસે થયેલી મારામારીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરાનું નામ ઉમેરવામાં આવે.

publive-image

થોડા દિવસ પહેલાં પડધરીના નાની અમરેલી ગામે મારામારી કેસમાં એફઆઇઆરમાં ભાજપના પૂર્વ ધારાસભ્યનું નામ ઉમેરવા માંગ ઉઠી છે. આ કેસમાં હવામાં ફાયરિંગ થયું હતું અને મારામારી પણ થઇ હતી. જેમાં ઇજાગ્રસ્ત રમેશભાઇ મકવાણાને રાજકોટની ખાનગી સ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ પર આક્ષેપ થઇ રહ્યા છે કે, પોલીસ તપાસ ઢીલી રીતે થઇ રહી છે, આજે તેની પત્ની હેતલ મકવાણાએ ન્યાય માટે આત્મવિલોપન કરવા મુખ્યમંત્રીનાં નિવાસ સ્થાને આવી હતી. પરંતુ આત્મવિલોપનનો પ્રયાસ કરનાર હેતલની પોલીસે અટકાયત કરી લીધી હતી.

publive-image

જાણો શું છે આખી ઘટના

પડધરી તાલુકાના નાની અમરેલી ગામે થોડા દિવસ પહેલા રાત્રે દલિત યુવાન પર કેટલાક શખ્સોએ તલવાર ધોકા તથા લોખંડના પાઈપ વડે હુમલો કરી હવામાં ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરતા ઈજાગ્રસ્ત હાલતમાં દલિત યુવાનને રાજકોટની ગિરિરાજ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના બારેક દિવસ બાદ પણ હજુ સુધી કોઇ આરોપીની અટકાયત કરાઈ નથી જેની પાછળ રાજકીય પ્રેશર હોવાની શંકા સેવાઈ રહી છે. નાની અમરેલી ગામ નજીક આવેલ નિલકંઠ પેપર મીલ દ્વારા બેફામ પ્રદુષણ ફેલાવાતું હોવાથી હુમલાનો ભોગ બનનાર રમેશભાઈ રાણભાઈ મકવાણાએ વિરોધ નોંધાવ્યો હતો. જેનો ખાર રાખી હુમલો થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Latest Stories