/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/7-8-e1554005863204.jpg)
રાજકોટમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. મોરબીના યુવાન સાથે આશરે આઠ મહિનાથી પરિચિત રાજકોટની યુવતીએ મળવા બોલાવી આશરે 96 હજાર રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેતા યુવાને શહેરના બી ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે યુવાનને હનીટ્રેપમા ફસાવનાર એક યુવતી અને તેના સાગરીત શખ્સની ધરપકડ કરી છે તો સાથે જ સંડોવાયેલ વધુ એક નઝમાં નામની યુવતી અને અન્ય શખ્સની શોધખોળ હાથ ધરી છે.
મોરબીમા રહેતા એક યુવાનને છેલ્લા આઠ મહિનાથી રાજકોટની નઝમાં નામની યુવતી સાથે સંબંધ હતો. થોડા દિવસો પહેલા યુવાને નઝમાંને તેના મિત્ર માટે અન્ય યુવતીની વ્યવસ્થા કરવા કહ્યું હતું. જે બાદ મોરબીનો યુવાન તેના મિત્રને લઈને રાજકોટની યુવતીને મળવા આવ્યો હતો. નઝમાં સાથે અગાઉ નક્કી થયા મુજબ તેણીએ ધરતી નામની યુવતી સાથે યુવાનોને વાત કરવી હતી. અને ધરતીએ બંનેને ભગવતિપરામા મળવા બોલાવ્યા હતા. જ્યાં અચાનક જ નંબર પ્લેટ વગરના સ્કૂટર પર બે શખ્સો આવી ચઢ્યા હતા અને પાણીની મોટર ચોરાઇ હોવાનું કહી બંને યુવકો સાથે મારપીટ કરી રૂપિયા 96 હજારની માલમત્તા લૂંટી લીધી હતી.