રાહુલ ગાંધીનું મોટું એલાન- જે દિવસે સત્તા પર આવીશું, ત્રણેય કૃષિ કાયદા કચરાપેટીમાં નાખી દઇશું

રાહુલ ગાંધીનું મોટું એલાન- જે દિવસે સત્તા પર આવીશું, ત્રણેય કૃષિ કાયદા કચરાપેટીમાં નાખી દઇશું
New Update

રાહુલ ગાંધીની કૃષિ કાયદાના વિરોધમાં આજે પંજાબમાં ટ્રેક્ટર રેલી દ્વારા ખેતી બચાવો યાત્રા યોજાઇ હતી. રાહુલે કહ્યું કે જો ખેડુતો આ નવા કાયદાથી ખુશ છે, તો પછી દેશભરમાં કેમ દેખાવો કરવામાં આવી રહ્યા છે? પંજાબમાં ખેડુતો કેમ વિરોધ કરી રહ્યા છે રાહુલે કહ્યું કે કોરોના યુગમાં આ ત્રણ કાયદા લાગુ કરવાની ઉતાવળ શું છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નવા કૃષિ કાયદાની વિરુધ્ધ ફરી એક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે, પંજાબના મોગામાં ખેતી બચાવો યાત્રાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જો સરકારે આ બિલ પસાર કરવું હતું, તો સૌ પ્રથમ લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા થવી કરવી હતી.

રાહુલ ગાંધીની કૃષિ કાયદાના વિરોધમાં આજે પંજાબના મોગામાં પહોંચ્યા હતા. ખેતી બચાઓ યાત્રા યોજી કૃષિ કાયદાનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ ટ્રેક્ટર યાત્રા કરી રેલીનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ ખેડૂતોને ખાતરી આપી છે કે જે દિવસે કોંગ્રેસ સત્તા પર આવશે તે દિવસે તેઓ આ ત્રણ કાળા કાયદાઓને નાબૂદ કરશે અને આ કાયદાઓને કચરાપેટીમાં ફેંકી દેશે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેઓ પંજાબના ખેડુતોને ખાતરી આપવા માંગે છે કે કોંગ્રેસ દેશભરમાં ખેડૂતોની સાથે ઉભી છે અને કોંગ્રેસ તેના વચનથી એક ઇંચ પણ પાછળ નહીં જાય. રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર એમએસપીને નાબૂદ કરવા માગે છે અને ઈચ્છે છે કે કૃષિનું આખું બજાર અંબાણી અને અદાણીને સોંપવામાં આવે, પરંતુ કોંગ્રેસ પક્ષ આવું થવા દેશે નહીં.

રાહુલે કહ્યું કે જો ખેડુતો આ નવા કાયદાથી ખુશ છે, તો પછી દેશભરમાં કેમ દેખાવો કરવામાં આવી રહ્યા છે? પંજાબમાં ખેડુતો કેમ વિરોધ કરી રહ્યા છે રાહુલે કહ્યું કે કોરોના યુગમાં આ ત્રણ કાયદા લાગુ કરવાની ઉતાવળ શું હતી?

#Congress #Connect Gujarat #Rahul Gandhi #Beyond Just News #congress meeting #punjab congress
Here are a few more articles:
Read the Next Article