રેતી ખનન કરનારાઓ મા નર્મદાને નુકશાન ન થાય તેમ કાયદામાં રહી કરે પોતાનો વ્યવસાય:સાંસદ મનસુખ વસાવા

New Update
રેતી ખનન કરનારાઓ મા નર્મદાને નુકશાન ન થાય તેમ કાયદામાં રહી કરે પોતાનો વ્યવસાય:સાંસદ મનસુખ વસાવા

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં પાળા બનાવી નદીના વહેણને રોકવા પ્રયત્નો કરનારા તત્વો સામે આખરે તંત્ર દ્વારા આ ગેરકાયદેસર બનાવાયેલા પાળાઓ દુર કરવા કવાયત હાથધરી હતી.પરંતુ કેટલાક રેતી ખનન કરનારાઓ પણ રેતી ખનન કાયદાના ડાયરામાં ન કરતા હોવાની બુમો ઉઠવા પામી હતી.આ બાબતોને ધ્યાને રાખી સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લાના શુકલતીર્થગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે એક બેઠક ભરૂચ અને વાગરાના ધારાસભ્યને સાથે રાખી યોજવા સાથે નદી કિનારાની પણ મુલાકાત લીધી હતી.

શુકલતીર્થ ખાતે મુલાકાત બાદ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા નદીમાં પાણી ઓછું થઇ જવાથી અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ હતી.જેની અસર ભરૂચ,નર્મદા અને વડોદરા જિલ્લામાં જોવા મળી હતી.વડોદરા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોને આના કારણે અનેક હાડમારી વેઠવી પડતી હતી.નર્મદામાં ભરતીના કારણે છેક ઝઘડીયા સુધી દરિયાનું પાણી આવતા ફળદ્રુપ જમીનો પણ ખારી બની જતી હતી.જે અંગે લોકોની ખુબ રજૂઆતો હતી.તો પ્રજાજનોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને લોકસભાની ચૂંટણી પહેલા પણ સરકારમાં રજુઆત કરી હતી.ચુંટણી પુરી થયે ભરૂચ અને વાગરાના બંન્નેવ ધારાસભ્યો,પ્રદેશ મહામંત્રી ભરતસિંહ,આર.એસ.એસ. સૌ સાથે મળીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમજ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને રજુઆત કરી હતિ.જેને ધ્યાનમાં રાખી ને જે અત્યારસુધી ૬૦૦ ક્યુ.સેક પાણી નર્મદામાં છોડવામાં આવતું હતું તેના બદલે ૧૫૦૦ ક્યુ.સેક પાણી છોડવાનો સરકારે નીર્ણય લીધો છે અને પાણી છોડવાની શરૂઆત કરી હતી.

જેની જાત તપાસ માટે ડેમના જે ગેઇટ થી પાણી છોડાય છે ત્યાંથી શરૂઆત કરી નર્મદા જિલ્લાના નદી કાંઠાના તેમજ ભરૂચ જિલ્લાના અસા,ઝઘડીયા જેવા નદી કાંઠાના ગામોનો પ્રવાસ કરી શુકલતીર્થ સુધી આવ્યો છું.જ્યાં લોકોએ પાણી છોડાય છે તેનાથી સંતોષ વ્યકત કર્યો છે. પરંતુ હજુ જે મીઠ્ઠું પાણી આવવું જોઇએ તે આવ્યું નથી એનું કારણ રેતીખનન કરનારાઓએ આડ બંધ ઉભા કર્યા છે.તેમજ નદીમાં ખનન થવાથી મોટા ખાડા પડી ગયા છે.જેના કારણે પાણી રોકાતું રોકાતું આવે છે.

જે બાબતનું વહિવટી તંત્રને પણ તેઓ રજૂઆત કરી સંપૂર્ણ પણે પાળા દુર કરે તેમજ રેતી ઉદ્યોગ સાથે સંકડાયેલા લોકોને પણ વિનંતી કે સરકારના નીયમ મુજબ જ રેતી કાઢો જેમાં અમને કોઇ વાંધો નથી.પણ સરકારના નીયમોનો ભંગ કરો તો તેના કારણે અનેક લોકોને હાડમારી વેઠવી પડે છે.જેમાં ભરૂચ શહેર,તાલુકા સહિત ઝધડીયા તાલુકાના લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે.ભરતીના કારણે હજુ નદીમાં દરિયાની ખારાશ છે જેને આગામી દિવસમાં રોકવા રસ્તો કાઢીશું અને તમામને ફરી થી મીઠ્ઠું પાણી મળે ખેતી સારી થાય તે દિશામાં પગલા ભરીશુની ખાતરી ઉચ્ચારતા તેમણે નર્મદા પુન જીવંત બનાવવાના તેમના પ્રયત્નો સફળ થશેનો વિશ્વાશ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

Latest Stories