વડોદરા: મિલકતના ઝઘડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા દોડધામ

New Update
વડોદરા: મિલકતના ઝઘડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા દોડધામ

શહેરના નવાપુરા વિસ્તારના માળી મહોલ્લામાં શનિવારે સવારે મિલકતના ઝઘડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતાં દોડધામ મચી ગઇ હતી ઘટનાના પગલે નવાપુરા પોલીસે સ્થળ પર ધસી જઇ મામલો થાળે પાડયો હતો. પથ્થરમારામાં વ્યક્તિને ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા વિગતો મુજબ નવાપુરા મારી મહોલ્લામાં માળી સમાજનું મંદિર અને મારવાડી સમાજની વાડી આજુબાજુમાં જ આવેલી છે.

છેલ્લા ઘણા સમયથી બન્ને સમાજ વચ્ચે નાની-નાની બાબતે બોલાચાલી થતી તે શનિવારે સવારે મારવાડી સમાજના લોકો નવા વર્ષની ઉજવણી કરવા ભેગા થયા. ત્યારે સમાજના લોકો પણ ત્યાં ધસી આવ્યા હતા. મારવાડી સમાજે ત્યાં લગાવેલા પેવર બ્લોકના મામલે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બિચકતા સામસામે પથ્થરમારો થયો હતો. ચાર વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

જોકે નવાપુરા પોલીસે સ્થળ પર ધસી જઇ મામલો થાળે પાડયો હતો અને આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી હતી આ ઘટના બની હતી નવાપુરા પોલીસે મિલકતના મામલે ભૂતકાળમાં અનેક વાર ચકમક ઝરી હતી અને ત્યાં રહે તે માટે મારવાડી સમાજે શનિવારે જ્યારે મારવાડી સમાજના લોકો પહોંચ્યા ત્યારે આવી ગયા હતા અને પથ્થરમારો થયો હતો.

Latest Stories