/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/5-5.jpg)
આગામી ૩૧ મી ડિસેમ્બરની ઉજવણીમાં વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી રોકવાના હેતુસર પોલીસ તંત્રએ કડક બની જોરદાર ઝુંબેશ હાથ ધરી છે અને ઠેર ઠેર મોટા પાયે વિદેશી દારૂ ઝડપાઇ રહ્યો છે.
જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના વરણામાં પોલીસ પોલીસ મથકની હદમાં અાવેલા વડદલા ગામમાં રહેતા બળવંતસિહ રામસિંહ ગોહિલના ઘરે વિદેશી દારૂ હોવાની વરણામા પોલીસ મથકના ડી સ્ટાફના માણસોને મળેલી બાતમી મળી હતી.
મળેલી બાતમીના આધારે વરણામા પોલીસે વડોદરા તાલુકાના વડદલા ગામના દાજીપુરા ફળિયામાં રહેતા બળવંતસિંહ રામસિંહ ગોહિલના ઘરે રેઇડ કરતાં પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૧૫૮ કિંમત રૂપિયા ૫૯,૬૩૦ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બળવંત સિંહની અટકાયત કરી હતી. જ્યારે સુરેન્દ્ર બળવંતસિંહ ગોહિલ ઘરમાં હાજર ન હોય તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વરણામાં પોલીસે ઝડપાયેલા બળવંતસિંહ તેમજ ફરાર સુરેન્દ્ર વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.