વડોદરા : હરણીમાં લોહપુરુષ સરદાર પટેલની પ્રતિમા કોર્પોરેશનના પાપે જર્જરિત, પાલિકા સામે લોકોમાં રોષ

New Update
વડોદરા : હરણીમાં લોહપુરુષ સરદાર પટેલની પ્રતિમા કોર્પોરેશનના પાપે જર્જરિત, પાલિકા સામે લોકોમાં રોષ

સમગ્ર દેશમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજયંતિની ઉજવણી થઇ રહી છે. જેમાં કેવડીયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહાન વિભુતી સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં થયેલા પર્યટક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું. એક તરફ સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરવા માટે લાખ્ખો-કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ સરદાર પટેલની હયાત પ્રતિમાઓ અંગે તંત્ર દ્વારા કોઇ ધ્યાન આપવામાં ન આવતા જર્જરિત થઇ ગઇ છે.

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ તલાટી ઓફિસના કમ્પાઉન્ડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા કોર્પોરેશનના પાપે જર્જરિત થઇ ગઇ છે, ત્યારે સામાજિક કાર્યકર સહિત અન્ય સ્થાનિકોની મદદ લઇ જર્જરિત થઇ ગયેલી પ્રતિમાને દૂધ અને પાણીથી સાફ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો સાથે લોહપુરુષની પ્રતિમાને નવનિર્મીત કરવાની માંગ કરી ભારે સુત્રોચ્ચાર કર્યા હતા, ત્યારે હરણી ગામના લોકોએ પણ સરદાર પટેલની પ્રતિમા અંગે ધ્યાન ન આપનાર પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

Read the Next Article

PM મોદી આજથી બ્રિટનની મુલાકાતે, કિંગ ચાર્લ્સ અને વડાપ્રધાન સાથે કરશે મુલાકાત

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે 23 થી 24 જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે.

New Update
PM Modi Poland Visit

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે 23 થી 24 જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે.

આ તેમની ચોથી મુલાકાત હશે. અને મુલાકાતમાં મુક્ત વેપાર કરાર (free trade)(FTA) ને ફાઈનલ સ્વરૂપ આપવામાં આવશે તો સાથે જ ઘણા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે જેમાં ખાલિસ્તાન જેવા મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.

વિક્રમ મિશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તેમની બ્રિટનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કીર સ્ટારમર સાથે ચર્ચા કરશે તો સાથે તેઓ કિંગ ચાર્લ્સ (Third) ને પણ મળશે. આ ઉપરાંત ભારત અને બ્રિટન બંનેના વેપાર લક્ષી આગેવાનો સાથે પણ મુલાકાત કરીને ચર્ચા વિચારણા કરશે. બંને દેશો વ્યાપક રણનૈતિક ભાગીદારીની પ્રગતિ પર પણ ચર્ચા કરશે અને વેપાર, અર્થતંત્ર, ટેકનોલોજી, આવિષ્કાર, સુરક્ષા, જળવાયુ પરિવર્તન,હેલ્થ અને એજ્યુકેશન વગેરે મુદ્દે ચર્ચા કરશે. વડાપ્રધાન પદ સંભાળ્યા પછી નરેન્દ્ર મોદીની આ બ્રિટનની ચોથી મુલાકાત હશે.

Latest Stories