વડોદરાઃ કંપનીના કર્મચારીનું મોત થતાં કામદારોનો હોબાળો, પોલીસે કર્યો લાઠીચાર્જ

New Update
વડોદરાઃ કંપનીના કર્મચારીનું મોત થતાં કામદારોનો હોબાળો, પોલીસે કર્યો લાઠીચાર્જ

કંપનીના અધિકારીઓને લાવતી બસ અને કાર ઉપર કામદારોએ કર્યો પથ્થરમારો

વડોદરા જિલ્લાનાં સાવલી તાલુકામાં આવેલા ભાદરવા-સાકરદા રોડ પરની શૈલી એન્જિનિયરિંગ કંપનીના કામદારોએ આજે ભારે હોબાળો મચાવી મુક્યો હતો. માત્ર એટલું જ નહીં પણ રોષે ભરાયેલા કામદારોએ કંપનીના અધિકારીઓને લાવતી બસ ઉપર પથ્થરમારો કર્યો હતો. તો અધિકારીઓની કારનાં કાચ પણ તોડી નાંખ્યા હતા.

કંપનીમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા કર્મચારીનું પવાના પાણીના કુલર પાસે વીજ કરંટ લાગતાં મોત નિપજ્યું હતું. જેમાં કંપનીની બેદરકારી હોવાના આક્ષેપ સાથે કામદારોએ હોબાળો મચાવ્યો હતો. જેથી કામદારોએ કંપનીના અધિકારીઓ ઉપર રોષ ઠાલવ્યો હતો. ઘટના અંગેની જાણ થતાં ભાદરવા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. કામદારોના ટોળાને છૂટા પાડવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

Latest Stories