New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/1fcf77f4-2d25-4e37-8808-3caa0cef276e.jpg)
રેલીમાં વડોદરા, પંચમહાલ, આણંદ, નડિયાદ, દાહોદ, નર્મદા અને ભરૂચના 300 કર્મીઓ જોડાયા
વડોદરા જિલ્લાના આરોગ્ય વિભાગના ક્ષય વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓએ આજે મૌન રેલી કાઢી હતી. ક્ષય વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓની ઘણા લાંબા સમયથી પડતર માંગણીઓ નહિં ઉકેલાતા રેલી કાઢી હતી. પગારના મૂદે અનેક વિસંગતા હોવાની સાથે અન્ય રજૂઆતો સંદર્ભે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
વડોદરામાં યોજાયેલી આ મૌન રેલીમાં વડોદરા, પંચમહાલ, આણંદ, નડિયાદ, દાહોદ, નર્મદા અને ભરૂચના 300 જેટલા કર્મચારીઓ પણ જોડાયા હતા. મૌન રેલીમાં ક્ષય વિભાગના કર્મચારીઓએ પ્લેકાર્ડ અને બેનર દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો. પ્લેકાર્ડમાં કર્મચારીઓએ ''દૂર સે દેખા તો પગાર બઢા થા, પાસ આકે દેખા તો પગાર ઘટા થા'' જેવા સૂત્રો પણ લખ્યા હતા.
Latest Stories