વડોદરાઃ ફતેગંજ બ્રિજ પાસે ટ્રકમાં લાગી આગ, મચી દોડધામ

New Update
વડોદરાઃ ફતેગંજ બ્રિજ પાસે ટ્રકમાં લાગી આગ, મચી દોડધામ

ફાયર બ્રિગેડનાં જવાનોએ સ્થળ ઉપર દોડી આવી આગ ઓલવતાં હાશકારો

વડોદરાના ફતેગંજ ઓવર બ્રિજ પર ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જેના પગલે ભારે અફરા-તફરી મચી હતી. ટ્રાફિકથી ધમધમતા માર્ગ ઉપર અચાનક ડમ્પરમાં આગ લાગતાં એક તબક્કે માર્ગ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો.

ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં સ્થળ ઉપર દોડી આવેલા લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બાદમાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ ઉપર કાબુ મેળવી લેવાતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આગમાં કોઈ જાનહાની નોંધાયી નથી. પોલીસે સ્થળ ઉપર પહોંચી ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો.

Latest Stories