વડોદરાઃ લગ્નને થયા હતા માત્ર 15 દિવસ, લોહીથી લથબથ હાલતમાં મળી નવવધુની લાશ

New Update
વડોદરાઃ લગ્નને થયા હતા માત્ર 15 દિવસ, લોહીથી લથબથ હાલતમાં મળી નવવધુની લાશ

વડોદરા શહેરના સમા વિસ્તારની પરિણીતાની તેના ઘર નજીક સોસાયટીના એક મકાનમાંથી લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ હતી. હજી તો લગ્નને માત્ર 15 દિવસ જ થયા હતા ને તેની હત્યા કરાયેલી લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી છે. ત્યારે પત્નીના પૂર્વ પ્રેમીએ હત્યા કરી હોવાનો આરોપ મૃતકનાં પતિએ મુકતા પોલીસે આ રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

publive-image

પ્રાપ્ત માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લાના કંડાચ ગામની રહેવાસી કરૂણાબહેન નગીનભાઇ પટેલનું વડોદરા શહેરના ન્યૂ સમારોડ પર આવેલી વ્રજધામ સોસાયટીમાં રહેતા અને છેલ્લા બે વર્ષથી શિક્ષીત બેરોજગાર જયેશ પટેલ સાથે સાદાઇથી (ફૂલહાર) લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાસરીમાં જ રહેતી કરૂણા પટેલ ઘરેથી નીકળી હતી. જે મોડે સુધી ઘરે પરત આવી નહોતી.

publive-image

પતિ તેમજ પરિવારજનો દ્વારા રાત્રે શોધખોળ પણ કરવામાં આવી હતી. પરંતુ કરુણાનો કોઈ પત્તો મળ્યો ન હતો. દરમિયાન વ્રજધામ સોસાયટી નજીક અવાવરૂ પડી રહેલી નંદનવન સોસાયટીના એક મકાનમાંથી લોહીથી લથપથ થયેલી કરૂણા પટેલની લાશ મળી આવી હતી. પતિ જયેશ પટેલને પત્ની કરૂણાની લાશ નંદનવન સોસાયટીના એક મકાનમાં પડી હોવાની જાણ થતાં તે તુરંત જ દોડી ગયો હતો. અને સમા પોલીસને ઘટનાની જાણ કરી હતી. હાલ તો આ નવપરિણીતા મોતેને પગલે સમગ્ર વિસ્તારમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. બીજી તરફ પરિણીતાના પતિએ તેના પૂર્વ પ્રેમી ઉપર શંકા દર્શાવતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Latest Stories