/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/maxresdefault-87.jpg)
વાડી પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી છે
વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી એક સ્કૂલનાં ધોરણ 9નાં વિદ્યાર્થીની લોહી લુહાણ હાલતમાં સ્કૂલનાં ટોઈલેટમાંથી લાશ મળી આવી છે. વિદ્યાર્થીની શંકાસ્પદ હાલતમાં લાશ મળતાં ચકચાર મચી છે. સાથે સ્કૂલ સંચાલકોમાં પણ ભારે દોડધામ મચી છે.
વડોદરા શહેરનાં બરાનપુરા વિસ્તારમાં આવેલી ભારતી સ્કૂલનાં ધોરણ 9માં અભ્યાસ કરતો દેવપ્રસાદ તડવીની આજરોજ સ્કૂલનાં ટોઈલેટમાંથી લોહીલૂહાણ લાહતમાં મળી આવતાં શાળા સંચાલકોમાં દોડધામ મચી હતી. પ્રાથમિક તબક્કે તેની હત્યા થઈ હોય તેવું માલુમ પડે છે. ઘટના અંગે શાળા સંચાલકોએ વાડી પોલીસનો સંપર્ક કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે હાલ તો લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી છે.
પોલીસે શાળા પરિસરમાં તપાસ કરતાં બિલ્ડિંગનાં ટેરેસ ઉપરથી એક બેગ મળી આવી હતી. તેમાં ચપ્પુ પણ મળી આવ્યું છે. જેથી આ વિદ્યાર્થીની હત્યા થઈ હોવાની વાતને નકારી શકાય તેમ નથી. હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે.