વડોદરામાં અધિક મદદનીશ એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા, માગી હતી એક લાખની લાંચ

New Update
વડોદરામાં અધિક મદદનીશ એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા, માગી હતી એક લાખની લાંચ

લાંચના બાકી રૂપિયાને હાથ લગાવ્યો, અને પકડાઈ ગયા મદદનીશ એન્જિનિયર

વડોદરાના શિનોર તાલુકા પંચાયતના અધિક મદદનીશ એન્જિનિયર લાંચ લેતા એસીબીનાં હાથે ઝડપાયા છે. આ અધિકારીએ વેલ્યુએશન કમ્પ્લીશન સર્ટિફિકેટ માટે ફિરયાદી પાસેથી રૂપિયા એક લાખની લાંચ માંગી હતી. જેમાં અડધી રકમ લીધા બાદ પણ કામ ન કરતાં આખરે બીજા હપ્તાની રકમ લેવા જતાં એસીબીએ ગોઠવેલા છટકામાં મદદનીશ એન્જિનિયર લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, શિનોરના તાલુકા પંચાયત કચેરીમાં નૈનેશ રમેશચંદ્ર શાહ અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવે છે. જ્યારે ફરિયાદી ગ્રામ પંચાયતના વિકાસના કામો લેબર તથા મટીરીયલથી કરતા હતા. જેમાં અલગ અલગ ચાર કામોના વેલ્યુએશન તેમજ કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવા માટે અધિક મદદનીશ ઈજનેર નૈનેશ શાહે તેમની પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં 50 હજાર રૂપિયા તેમણે એક મહિના પહેલા જ આપી દીધા હતા. જોકે અડધી રકમ આપી દીધી હોવા છતાં અધિકારી દ્વારા કોઈજ કામ કરવામાં આવતું નહોતું. અને બાકીના 50 હજાર રૂપિયાની પણ માંગણી કરી હતી. જેથી બાકીના 50 હજાર રૂપિયા આજે આપવાનો વાયદો કરાયો હતો. જાગૃત નાગરિકે આ અંગેની ફરિયાદ એસીબીમાં કરી હતી. જેના આધારે એસીબીની ટીમ દ્વારા છટકુ ગોઠવાયું હતું. આમ, નૈનેશ શાહ એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

Latest Stories