દમણમાંથી ગુમ થયેલી સગીરા મુંબઇના નાગપાડા વિસ્તારમાંથી હેમખેમ મળી આવી છે પણ તેણે જે કેફીયત રજૂ કરી છે તેનાથી માનવતા શર્મસાર થઇ હોય તેમ લાગી રહયું છે. સગીરાને તેના સાવકા પિતા જ તેની સાથે દુષ્કર્મ કરતો હોવાથી ઘર છોડીને ભાગી ગઇ હોવાનું પોલીસને જણાવ્યું છે.
સંઘપ્રદેશ દમણમાં થોડા સમય અગાઉ એક સગીરાના અપહરણનો કિસ્સો બહાર આવ્યો હતો..પોલીસે તપાસ શરૂ કરતાં ગુમ થયેલી સગીરા મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવી હતી. દમણ પોલીસ તેને હેમખેમ પરત દમણ લઇ લાવી હતી .પોલીસે આ સગીરા ની પૂછપરછ કરતા જે ખુલાસા કર્યા તે જાણીને આપ પણ ચોકી જશો. સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, તેનું અપહરણ થયું ન હતું પણ તેનો સાવકો પિતા અવારનવાર દુષ્કર્મ કરતો હોવાથી તે ઘર છોડીને ભાગી ગઇ હતી. જેની પર સગીરાએ આરોપ લગાવ્યાં છે તેવા સાવકા પિતા રાહુલ પરસોતમ આદિવાસીની પોલીસે ધરપકડ કરી છે. સગીરાના માતા-પિતા દમણની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે પરંતુ બંને અલગ અલગ સમયે નોકરી કરતા હોવાથી આ સગીરા ઘરે એકલી રહેતી હતી ત્યારે માતાની ગેરહાજરીમાં રાહુલે પોત પ્રકાશ્યું હતું. સગીરાની તબીબી ચકાસણી કરાવતાં તે ગર્ભવતી હોવાની વિગતો પણ બહાર આવી છે. દેશમાં વધી રહેલાં દુષ્કર્મના બનાવોમાં હવે દમણની આ ઘટનાનો પણ ઉમેરો થયો છે.