New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/8-6-18-Tobeco-Valsad.jpg)
પાનના ગલ્લાવાળાઓની આરોગ્ય અધિકારીના પ્રતિનિધિ, ફુડ અને ડ્રગ્સ વિભાગ તેમજ પોલીસ અધિકારીની સ્કવોડ ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી
વલસાડના શહેરી વિસ્તારોમાં વિવિધ સ્થળોએ ધુમ્રપાન નિતિનિયમોનું પાલન ન કરતા અને જાહેર સ્થળ ઉપર ધુમ્રપાન કરતા લોકો તેમજ પાનના ગલ્લાવાળાઓની આરોગ્ય અધિકારીના પ્રતિનિધિ, ફુડ અને ડ્રગ્સ વિભાગ તેમજ પોલીસ અધિકારીની સ્કવોડ ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં જાહેરમાં ધુમ્રપાન કરતા ૬ વ્યક્તિ અને ૧૮ પાનના ગલ્લાવાળા મળી કુલ ૨૪ વ્યક્તિઓ પાસેથી નિયમાનુસાર દંડ વસુલ કરાયો હતો. આ તપાસ દરમિયાન ૧૮ વર્ષથી ઓછી વયના વ્યક્તિઓને તમાકુનું વેચાણ નહીં કરવા તેમજ ધુમ્રપાન ન કરવા અંગે ૬૦ બાય ૩૦ નું મોટું બોર્ડ લગાવવા સૂચના આપી હતી.
Latest Stories