વાઘોડિયા : પાદરીયાપૂરા ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક્ટીવા ચાલકનું મોત

New Update
વાઘોડિયા : પાદરીયાપૂરા ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક્ટીવા ચાલકનું મોત

વાઘોડિયા તાલુકાના પાદરીયાપુરા ગામ પાસે ફરી એક વાર અજાણ્યા વાહન ચાલકે એકટીવા ચાલકેને અડફેટમાં લેતા એક્ટીવા ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. વાઘોડિયા તાલુકામાં છેલ્લા દસ દિવસમાં અજાણ્યા વાહન ચાલકો દ્વારા અકસ્માતમાં ત્રણ જેટલા લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે ત્રણ જેટલા લોકો ને નાની મોટી ઈજાઑ થવા પામી છે.

વાઘોડિયાના પાદરીયાપુરા ગામ પાસે શનિવારના રોજ બપોર બાદ એકટીવા સવારને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા તેનું મોત થયું હતું. પ્રાથમિક માહીતી મુજબ અકસ્માતમાં મોતને ભેટનાર વીરેન્દ્ર સીસોદીયા હોવાનું જાણવા મળ્યું હતું. ગઈકાલે મોડી રાત્રે અજાણ્યો વાહન ચાલકે બાઈક સવારોને અડફેટમાં લઈ ફરાર થઈ ગયા હતા. જેની વાઘોડિયા પોલીસ તપાસ કરી રહી હતી તેમાં આજે એક વધુ અકસ્માત થતાં વાઘોડિયા પોલિસ સામે અજાણ્યા વાહન ચાલકો પડકારરૂપ સાબીત થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Latest Stories