વાલિયા: બિરસા મુંડા અને આદિવાસી સમાજના આગેવાન વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરવાના મુદ્દે પોલીસને કરાઇ રજૂઆત

New Update
વાલિયા: બિરસા મુંડા અને આદિવાસી સમાજના આગેવાન વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરવાના મુદ્દે પોલીસને કરાઇ રજૂઆત

વાલિયા તાલુકા આદિવાસી આગેવાનો દ્વારા બિરસા મુંડા અને આદિવાસી સમાજના આગેવાન વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરવાના મુદ્દે વાલિયા પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

વાલિયા તાલુકાના આદિવાસી આગેવાન રજની વસાવા,વિનય વસાવા અને વિજય વસાવા,રાજ વસાવા,કોલીલાબેન તડવી સહિતના સભ્યોએ વાલિયા પોલીસ મથકે એક લેખિતમાં રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર ભારતના ઝારખંડ રાજ્યના વીર બિરસા મુંડા અને આદિવાસી સમાજના મસીહા છોટુભાઈ વસાવા વિરુદ્ધ સોશ્યલ મીડિયા ફેસબુક ઉપર અકીબ ખેર અને આદિવાસી સમાજની ફેક આઈડી બનાવી અન્ય કેટલાક ઇસમો અભદ્ર ટિપ્પણી કરી કોમ-કોમ અને સમાજ-સમાજ વચ્ચે નફરત ફેલાવવા સાથે આદિવાસી સમાજની લાગણી દુભાય તેવા મેસેજ કરી ભરૂચ જિલ્લા ઉપરાંત અન્ય આદિવાસી જિલ્લાઓમાં આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં સોશ્યલ મીડિયાથી નફરત ફેલાવી રહ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આવા તત્વો સામે પોલીસ તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Latest Stories