/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/dfd-2.jpg)
બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ વાલ્મિકી સમાજ અંગે જાતિ વિષયક આપત્તિજનક શબ્દનો પ્રયોગ કરતા, ભારે વિરોધ જોવા મળી રહ્યો છે, અરવલ્લી જિલ્લાના માલપુરમાં સોનાક્ષી સિન્હાના પુતળાનું દહન પણ કરાયું હતું.
અરવલ્લી જિલ્લા વાલ્મિકી સમાજે બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો ભારે વિરોધ કરી માલપુરમાં પુતળાનું દહન કર્યું હતું. વાલ્મિકી સમાજના આગેવાનાના જણાવ્યા મુજબ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને સિદ્વાર્થ કાને અનુ.જાતિ વિષે એક ઇનટરવ્યુ જાતિ વિષયક આપત્તિજનક શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું. જાતિ વિષયક શબ્દોના આપત્તિજનક શબ્દોથી જિલ્લાના લોકોમાં ધેરા પ્રત્યાઘાત પડ્યા છે.
આ ઇન્ટરવ્યુ સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઇને વાલ્મિકી સમાજના લોકોએ ઠેર ઠેર વિરોધ નોધાવ્યો હતો. અરવલ્લી જિલ્લાના માલપુર નગરમાં અનુસુચિત જાતિના લોકોએ સોનાક્ષા સિન્હા અને સિદ્વાર્થના પુતાળા દહન કરી વિરોધા નોંધાવ્યો હતો. ત્યારબાદ આ અંગે મામલતદારને આવેદન આપી આ બંન્ને ફિલ્મ કલાકારો સામે પોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર નોંધવા વિનંતી પણ કરી હતી.