વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે "બીટ એર પોલ્યુશન" પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહ અભિયાન યોજાયો.

New Update
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે "બીટ એર પોલ્યુશન" પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહ અભિયાન યોજાયો.

5 જૂન થી જનજાગૃતિ અભિયાન રેલી તથા વૃક્ષારોપણનું થયું આયોજન

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે "બીટ એર પોલ્યુશન" પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહ અભિયાન 5 જૂન 2019. થી તા 11 જૂન 2019 સુધી રાજ્યવ્યાપી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન યોજાશે. જે અંતર્ગત તા 05 જૂન 2019ના રોજ જનજાગૃતિ અભિયાન રેલી તથા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું.

આ વૃક્ષારોપણ કાર્યક્રમ જવાહર બાગ ખાતે તથા સીનીયર સીટીઝન બાગ ખાતે રાખવામા આવ્યો હતો.જેમાં જનક શાહ(શાસકપક્ષના નેતા), ચૈતન્ય ગોળવાલા(ચેરમેન કારોબારી કમિટી)અંકલેશ્વર નગરપાલિકા, સંદીપભાઈ પટેલ, નરેંદ્રભાઈ પટેલ ,ભજપાના કાર્યકરો, અંકલેશ્વર નગરપાલિકાના હોદેદારો તેમજ કર્મચારીઓ, ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories