/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/88.jpg)
શિનોર તાલુકાના સાધલી ખાતે સાધલી ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપ સરપંચના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારને લઈને સાધલી ગ્રામ પંચાયતનાજ સદસ્યો દ્વારા શિનોર તાલુકા વિકાસ અધિકારી તથા સાધલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને લેખિત અરજી આપવામાં આવતા સમગ્ર તાલુકામાં ચકચાર મચીજવા પામી છે.
વડોદરા જિલ્લાની સાધલી ગ્રામ પંચાયતમાં દરેક કામોમાં જાણે ભ્રષ્ટાચારે માજા મુકીહોય તેમ સ્પષ્ટપણે જણાઈ આવે છે. શિનોર તાલુકાના સાધલી ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપ સરપંચ દ્વારા વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને પંચાયત સદસ્યો દ્વારા શિનોર ટી ડી ઓ સાહેબને લેખિતમાં અરજી આપવામાં આવતા શિનોર પંથકમાં હાહાકાર મચી જવા પામી છે. થોડાક દીવસો અગાઉ જ અવાખલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને બોલ્ટ વાઇસરના બિલમાં કરેલા ગોટાળાને લઈને નોકરી પરથી બરતરફ કરવામાં આવ્યા હતા તેની હજુ સહી સુકાઈ નથી તો આટલા મોટા ભ્રષ્ટાચારને કેમ નજર અંદાજ કરવામાં આવે છે તેવી પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.
સાધલી ગ્રામ પંચાયત મહિલા સદસ્ય પટેલ દક્ષાબેન કનુભાઈ તથા રંગરેજ અલ્તાફહુસેન હસનભાઈ તથા મહિલા સદસ્ય વણકર સુમિત્રાબેન જસવંતભાઈ નાઓ દ્વારા સાધલી ગ્રામ પંચાયત સરપંચ વસાવા ઉષાબેન અશોકભાઈ તથા ઉપસરપંચ જતીનભાઈ પટેલ વિરુદ્ધ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય શિનોર એસ .ઓ ને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા સાધલી ગ્રામપંચાયતના સામેના ગેટથી વેરાઈમાતાના મંદિર સુધી મહિના અગાઉ બનાવેલ આર સી સી રોડમાં પગથી અને હાથથી ખોતરતા કાંકરા નીકળી રહ્યા હતા હોય S O એ જાત તપાસથી નિરીક્ષણ કર્યું હતું.
એસ .ઓ. એ સ્થળના ફોટા તથા વીડિયો પણ લીધા હતા પણ એસ ઓ દ્વારા કોઈ રિપોર્ટ ન આપતા બીજા દિવસે શિનોર તાલુકા વિકાસ અધિકારીને ઉપરોક્ત સદસ્યોએ લેખિતમાં રજુઆત કરવા ગયા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી ન મળતા ક્લાર્કને વીસ રૂપિયાના સ્ટેમ્પ ચોંટાડી અરજી આપી હતી.
સદસ્યોની અરજી મુજબ સાધલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઉષાબેન વસાવા સરપંચ હોય તેમના પતિ વસાવા અશોકભાઈ રામજી ભાઈ વહીવટ કરતા હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના મહિલાઓને પુરુષ સમોવડી બનાવવાના સૂત્ર મહિલા સસક્તિ કરણના જાણે સરેઆમ ધજાગરા ઉડી જવા પામ્યા છે.
તો બીજી તરફ સાધલી મુખ્ય બજારમાં આવેલા મારુતિ કોમ્પલેક્સ શોપિંગ સેન્ટરમાં ઉપ સરપંચ જતીન પટેલની અમેરિકન કેટલોગ નામની દુકાન આવેલી હોય કોઈ પણ જાતના પુરાવા વગર પ્રાઇવેટ માલિકીની જગ્યામાં પંચાયતના ગ્રાન્ટના પેવર બ્લોક પોતાની સલામતી માટે બેસાડેલા હોવાની ચર્ચાઓ લોકમુખે ચાલી રહી છે. તો બીજી બાજુ બાજુ રોડ રસ્તા માટે અરજીઓની અરજીઓ આપી વાટ જોતા ગામના નાગરિકોની ગ્રાન્ટના રૂપિયા પ્રાઇવેટ કામોમાં વપરાતા હોવાની પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે.
સાધલી ગ્રામ પંચાયતના સરપંચ ઉપ સરપંચના આટઆટલા મસમોટા ભ્રષ્ટાચારની બુમો આવતા કોઈ પણ અધિકારી દ્વારા તપાસ કેમ નથી થતી ? કે પછી આ ભ્રષ્ટાચારના પાછળ કોઈ મોટા અધિકારી પણ ભાગીદાર છે એવી પણ લોકમુખે ચર્ચાઓ થઇ રહી છે. ઉતરાજ રોડપર આવેલ ચાંદની પાર્કના રહીશો દ્વારા પણ થોડાક મહિના અગાઉ બનેલ ગટર લાઈનમાં ભ્રષ્ટાચારની સાધલી ગ્રામ પંચાયતમાં અરજી આપેલ છે. સાધલી ગ્રામ પંચાયત સદસ્યો દ્રારા સંબંધિત અધિકારી દ્વારા તાત્કાલીક નિરીક્ષણ કરી વહેલામાં વહેલી તકે ભ્રષ્ટાચારીઓને બહારપાડે અને તેમના પદ પરથી બરતરફ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.