સાધુ જ બન્યો ચોર, જે મંદિરમાં મળ્યો આસરો ત્યાંથી જ કરી લાખોના મુગટની ચોરી

New Update
સાધુ જ બન્યો ચોર, જે મંદિરમાં મળ્યો આસરો ત્યાંથી જ કરી લાખોના મુગટની ચોરી

મુગટની કિંમત સવા લાખ રૂપિયાની ગણવામાં આવી રહી છે

રાજકોટમાં દિવસેને દિવસે ચોરી, લૂંટફાટ અને હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં ખુદ સાધુ જ ચોર બન્યો હોઈ તેવો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના કુવાડવા પોલીસ સ્ટેશનની પાછળ નવાગામમા આવેલા લાલ હનુમાનજીના મંદિરમાં સોનાના વરખ ચડાવેલો ચાંદીના મુગટની ચોરી થતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ચોંકાવનારી વાત તો એ છે કે, બે દિવસ માટે એક સાધુ મંદિરમાં રોકાવા આવ્યો હતો. તેણે જ મુગટ ચોર્યાની વાત બહાર આવી છે. મુગટની કિંમત સવા લાખ રૂપિયાની ગણવામાં આવી રહી છે. સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઇ છે. આ મુદ્દે શહેરના કુવાડવા પોલિસ સ્ટેશનમા પરપ્રાંતીય સાધુ વિજય મીણાના નામ જોગ ફરીયાદ પણ નોંધાવા પામી છે.

Latest Stories