સિનિયોરિટીની અવગણના વાત જૂની, સમય આવ્યે જોઇશું : બાવળિયા

New Update
સિનિયોરિટીની અવગણના વાત જૂની, સમય આવ્યે જોઇશું : બાવળિયા

શું છે રાજકોટ લોકસભાની બેઠક પરના કુંવરજી બાવળીયાના હાર જીતના લેખાજોખા

આગામી રવિવારે જસદણ પંથકમા કોળી જ્ઞાતિના લોકોનુ સંમેલન યોજાવા જઈ રહ્યુ છે. સૌ કોઈ જાણે છે કે જસદણ વિધાનસભા ક્ષેત્રમા કોળી જ્ઞાતિના મતદારોનુ વર્ચસ્વ અને પ્રભુત્વ સૌથી વધુ છે. તો બીજી તરફ છેલ્લા કેટલાંય સમયથી કોળી નેતા કુવંરજીભાઈ બાવળીયા પક્ષથી નારાજ હોવાના સમાચારો મળતા રહ્યા છે.

ચૂંટણીના પરિણામો આવ્યા બાદ નેતા વિપક્ષ અને નેતા પ્રદેશ પ્રમુખના નામની બાદબાકી થતા પણ કુંવરજી ભાઈની નારાજગી જોવા મળી હતી. ત્યારે છેલ્લા ૧૦ દિવસથી કુંવરજી બાવળીયાના રાજીનામાના સમાચાર વહેતા થયા છે. તો બીજી તરફ ભાજપ માટે કુંવરજી બાવળીયા ભાજપમા આવે તો ફળદાયી નિવડે તેવુ રાજકિય વિશ્લેશકનુ માનવુ છે. કારણકે રાજકોટ લોકસભાની સીટ પરથી કુંવરજી બાવળીયાએ ભાજપના ઉમેદવારને ભુતકાળમાં હરાવ્યા પણ છે.

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, સિનિયોરિટીની અવગણના વાત જૂની છે. હાલ મને કોઇ તકલીફ નથી. મારા રાજીનામા અંગેની જે વાત ઉડાડવામા આવી રહી છે તે વાત ખોટી છે. બાકી આગામી સમય આવ્યે જોયું જશે કે શું કરવું. પક્ષમાં જ્યારે સિનિયોરિટીની અવગણના થાય છે ત્યારે નારાજગી લાગે છે.

આગામી સમયમાં પાર્ટી સિનિયર નેતાઓનો કેવી રીતે ઉપયોગ કરે છે તે જોયા બાદ આગામી નિર્ણય કરવામાં આવશે. આમ સિનિયર નેતાઓની અવગણનાનો એક મુદ્દો હોવાનો આડકતરો સ્વીકાર તેમણે કર્યો હતો. આ કોંગ્રેસના કોઇ મિત્રો કે આગેવાનોએ વાત વહેતી કરી હોય તેવું લાગે છે. પડદા પાછળ આવું ચાલતું હોય તેવું લાગે છે, મારા વફાદાર મતદારોને પૂછયા વગર એક પણ નિર્ણય નહીં લઉં. મતદારોના વફાદાર છીએ.

  • શું છે રાજકોટ લોકસભાની બેઠક પરના કુંવરજી બાવળીયાના હાર જીતના લેખાજોખા

વર્ષ ૨૦૦૯ કે જ્યારે ગુજરાતમા નરેન્દ્ર મોદીના નામનો ડંકો વાગતો હતો. તે સમયે રાજકોટની લોકસભા સીટ પર કોંગ્રેસે કુંવરજી બાવળીયા પર ઉમેદવારીનો કળશ ઢોળ્યો હતો. જ્યારે ભાજપે પોતાના કુબેર ગણાતા કિરણ પટેલ પર ઉમેદવારીનો કળશ ઢોળ્યો હતો. ત્યારે પરિણામ સમયે કુંવરજી બાવળીયાને ૩ લાખ ૭ હજાર ૪૩૪ વોટ મળ્યા હતા. જ્યારે કિરણ પટેલને ૨ લાખ ૮૨ હજાર ૭૪૨ વોટ મળ્યા હતા.

તો વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી સમયે પરિણામ વર્ષ ૨૦૦૯ કરતા એકદમ વિપરીત આવ્યું હતું. ૨૦૦૯મા લોકસભાની રાજકોટ સીટ પરથી જીતનાર કુંવરજી બાવળીયાને ભાજપના મોહન કુંડારીયા તરફથી હારનો સામનો કરવો પડયો હતો. મોહન કુંડારીયાને ૬ લાખ ૨૧ હજાર ૫૨૪ મત મળ્યા હતા. જ્યારે કુંવરજી બાવળીયાને ૩ લાખ ૭૫ હજાર ૯૬ મત મળ્યા હતા.

Latest Stories