/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-184.jpg)
દુનિયાનો છેડો એટલે ઘર.ગરીબ અને સામાન્ય લોકોનું સપનું હોય છે પોતાના સપનાનું ઘરનું ઘર.પોતનું ઘર કે જ્યાં તે પોતાના પરિવાર સાથે રહી શકે. પરંતુ જો આ જ સપના સાથે રમત રમી ઠગાઈ કરે તો ? જી હા સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લોકોને સરકારી યોજના હેઠળ ઘર આપવાની વાત કરી એક ઠગબાજે લાખો રૂપિયા પડાવી લીધા હતા પરંતુ આખરે તેના પાપનો ઘડો ભરાઈ જતા તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે
સક્રીન પર પોલીસ પકડમાં ઉભેલા આ વ્યક્તિને જુઓ. આ એજ વ્યક્તિ છે કે જેણે લોકોના સપના સાથે રમત રમી છે.લોકોના વિશ્વાસ સાથે ચેડા કર્યા છે આ એ જ વ્યક્તિ છે કે જેણે સરકારી આવાસ યોજના હેઠળ ઘર આપવાની વાતો કરી લાખો રૂપિયા પડાવી લીધા હતા પરંતુ આખરે તે ગણી રહ્યો છે જેલના સળિયા.
પોલીસ પકડમાં ઉભેલા આ આરોપીનું નામ છે ભૂપત હેમરાજ લુંભાણી અને તેણે એક નહી બે નહિ પરંતુ ૫ લોકોને સરકારી આવાસ યોજના હેઠળ ઘર આપવાની વાતો કરી લાખો રૂપિયા પડાવી લીધા હતા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ઘરનું ઘર મળી રહે તે હેતુથી સરકાર વિવિધ યોજના અતર્ગત આવાસની ફાળવણી કરી રહી છે ઈડબ્લ્યુ એસ આવાસ, મુખ્ય મંત્રી આવાસ યોજના સહિતની યોજના હેઠળ આવાસની ફાળવણી કરવામાં આવી રહી છે ત્યારે ગરીબ પરિવારોને સપના બતાવી ચિટરો પોતાની દુકાન ચલાવી રહ્યા છે આવો જ એક કિસ્સો કતારગામ વિસ્તારમાં બનવા પામ્યો છે જેમાં ભૂપત હેમરાજ લુંભાણી રહે, જીવન સાધના સોસાયટી, વરાછાએ લોકોને મુખ્ય મંત્રી આવાસ યોજના હઠળ મકાનો અપાવવાની લાલચ આપી હતી મારી પાલિકામાં ઓળખાણ છે સરકારી અધિકારીઓ સાથે મારા સારા સંબધો છે એવો ડંફાસો મારી દોઢ વર્ષ દરમ્યાન ૫ લોકો પાસેથી ૬.૫૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા
ઠગબાજ ભુપતે મુંબઈના અનીલ પરપર પાસેથી ૭૦ હજાર, પ્રવીણ મેવાડા પાસેથી ૯૦ હજાર, ચંપાબેન પડાયા પાસેથી ૨.૫૦ લાખ, મહેશભાઈ અમરોલી પાસેથી ૯૦ હજાર મળી કુલ ૬.૫૦ લાખની પડાવી લીધા હતા તે લોકોને કહેતો હતો કે મારી મારી પાલિકામાં ઓળખાણ છે સરકારી અધિકારીઓ સાથે મારા સારા સંબધો છે તમને ઘર અપાવી દઈશ કહી લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા.
ઘણા સમય વીતવા છતાં લોકોને ના તો ઘર મળ્યું કે ના તો તેમના પૈસા પરત મળ્યા.. આખરે પોતાની સાથે ઠગાઈ થઇ હોવાની જાણ થતા પાંચ લોકોએ આ ઠગબાજ સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તેને ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે. હાલ આરોપી ૧ દિવસના રિમાન્ડ હેઠળ છે અને પોલીસ તેણે અન્ય કેટલા લોકોને આવી રીતે શિકાર બનાવ્યા છે અને તેની સાથે અન્ય કોઈ ઇસમ સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે લોકોને લોભામણી વાતો કરી ઠગબાજો પોતાની તરકીબ અજમાવતા હોય છે ત્યારે લોકોને આવા ઠગબાજોની વાતમાં ન આવી ઠગાઈથી બચવા અને સાવધાન રહેવાની જરૂર છે.