સુરત: નારાયણ સાંઇ દુષ્કર્મના ચૂકાદાના પગલે સેસન્સ કોર્ટમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત

New Update
સુરત: નારાયણ સાંઇ દુષ્કર્મના ચૂકાદાના પગલે સેસન્સ કોર્ટમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
  • આજે નારાયણ સાઈ સહિત પાંચને સજા સંભળાવવામાં આવનાર છે

  • કાયદા ની જોગવાઈ મુજબ ૧૦ વર્ષ અથવા આજીવન કેદની સજા ની સંભાવના

  • સુરત સેસન્સ કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સુરત જહાંગીરપુરા આસારામ આશ્રમમાં યુવતી સાથે દુષ્કર્મ મામલે આજે કોર્ટ બળાત્કારી નારાયણ સાઈને લઈ આજે સજાનો એલાન થનાર છે કોર્ટ માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

આજે નારાયણ સાઈ સહિત પાંચને સજા સંભળાવવામાં આવનાર છે. કાયદા ની જોગવાઈ મુજબ ૧૦ વર્ષ અથવા આજીવન કેદની સજા ની સંભાવના છે. નારાયણ સાઈ સહિત,ગંગા,જમના હનુમાન અને રમેશ મલ્હોત્રા ને આજે કોર્ટ માં હાજર કરવામાં આવ્યા. સુરત સેસન્સ કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

બળાત્કારી નારાયણ સાઈ જજમેન્ટ ડે છે સરકારી વકીલ સુરત કોર્ટ પહોંચ્યા છે સરકારી વકીલ પીએમ પરમાર એ નિવેદન આપ્યું છે કે કાયદા ની જોગવાઈ મુજબ ૧૦ વર્ષ અથવા આજીવન કેદ થઈ શકે છે. વધુ માં વધુ સજા થાય તેવી દલીલો કરવામાં આવશે.

જ્યારે નારાયણ સાંઈ ના વકીલ કલ્પેશ દેસાઈએ નિવેદન આપ્યું છે કે નારાયણ સાંઈનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ નથી કોર્ટ કાર્યવાહીમાં પૂરેપૂરો નારાયણ સહકાર આપ્યો છે. જેને લઇને કોર્ટ ઓછામાં ઓછી સજા સંભળાય અમે એવી દલીલી કરીશું

Latest Stories