સુરત: પ્રેમસંબંધમાં પતિનો કાંટો કાઢવા માટે પત્નીએ હત્યાનું કાવતરુ

New Update
સુરત: પ્રેમસંબંધમાં પતિનો કાંટો કાઢવા માટે પત્નીએ હત્યાનું કાવતરુ

પ્રેમી સાથે મળી પત્નીએ વાયરથી ટૂંપો આપી માથે પથ્થર ઝીંક્યો

પ્રેમી ડેનિસ હાજર જ હતો ત્યાં અવાવરુ સ્થળે પત્ની શૈફાલીએ પતિને બોલાવ્યો

સુરતના રાંદેર ખાતે પ્રેમસંબંધમાં પતિનો કાંટો કાઢવા માટે પત્નીએ હત્યાનું કાવતરુ કરી એકાંતમાં વાત કરવી છે તેમ ફોનમાં કહી પતિને અવાવરુ જગ્યાએ બોલાવ્યો હતો. જ્યાં પહેલેથી હાજર પ્રેમીએ ગળામાં વાયરથી ટૂંપો દીધો અને પત્નીએ માથામાં પથ્થર મારી પતિની હત્યાનો પ્રયાસ કર્યો હતો. રાંદેરના હાઉસિંગ બોર્ડમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણ સુશીલકુમાર મહેન્દ્રભાઈ ઉપાધ્યાય (૪૪)ને ૧૯મીએ સાંજે ૭.૩૦ વાગ્યે તેની પત્ની શૈફાલીએ ફોન કરી કહ્યું કે એકાંતમાં વાત કરવી છે.

જેથી પલસાણા હાઇ-વે પર રુદ્ર ફર્મની સામે આવો. પતિ આવતા હાજર શૈફાલીના પ્રેમી ડેનિસે સુશીલભાઈના ગળામાં વાયરથી ટૂંપો આપ્યો હતો. જેથી જમીન પર પટકાયા ઉપરથી પત્નીએ માથામાં પથ્થર માર્યો હતો. હત્યા કરવાના ઇરાદે જ બન્નેએ પ્લાન ઘડી બોલાવ્યા હતા. રાહદારીઓ આવી જતાં બંને નાસી છૂટ્યા ને જીવ બચી ગયો હતો.

સિવિલમાં દાખલ સુશીલભાઈએ કહ્યું કે તેમની ૧૪ વર્ષની પુત્રી, ૯ વર્ષનો પુત્ર છે. બધું મૂંગા મોઢે સહન કરતા હતા. તેમણે કહ્યું કે યુવા ભાજપના અગ્રણી મોનિલ ઠક્કર સાથે અગાઉ તેની પત્નીનો વિવાદ ચાલતો હતો. પણ ડેનિસ નામના પ્રેમસંબંધે પોતાની પાસે કોઈ વિગતો નથી.

Latest Stories