સુરતઃ 4 વર્ષનો બાળક સિક્કો ગળી જતાં થઈ દોડધામ, સિવિલ હોસ્પિટલમાં ન મળી સારવાર

New Update
સુરતઃ 4 વર્ષનો બાળક સિક્કો ગળી જતાં થઈ દોડધામ, સિવિલ હોસ્પિટલમાં ન મળી સારવાર

સુરતના ઉધના વિસ્તારમાં રમતાં રમતાં ચાર વર્ષનો બાળક એક સિક્કો ગળી ગયો. જેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જોકે પરિવારને સિવિલ હોસ્પિટલ દ્વારા પુરતો સહયોગ ન અફાયો હોવાની વિગતો સામે આવી છે. સર્જન તબીબીની રાહ જોવા છતાં ન આવતાં આખરે તેમને હોસ્પિટલમાંથી રજા લેવા મજબુર કરવામાં આવ્યા હતા.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અશોક સમ્રાટ નગરમાં રહેતા સિદ્ધાર્થ નેરકારનો પુત્ર આશિષ રમતા રમતા પાંચ રૂપિયાનો સિક્કો ગળી જતા પરિવાર દોડતું થઈ ગયુ હતું. તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં બપોરે સર્જન આવ્યા બાદ તપાસવાનું કહેવાયું હતું. પરંતુ સાંજ સુધી સર્જન ન આવતા આખરે પરિવારે રજા આપી દેવા કહ્યું હતું. પરંતુ રજા લેવાનો પરિવારે ઇન્કાર કરવા છતાં આખરે પરિવાર બાળકને લઈ રવાના થઈ ગયું હતું.

આગઉ તારીખ 9 મેંના રોજ ગોડાદરા વિસ્તરમાં રહેતા અશોકભાઈ પ્રજાપતિની ચાર મહિનાની પુત્રી વાનીએ પણ રમતા રમતા ખીલી ગળી જતાં સપ્તાહ સુધી સિવિલ હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ પણ સિવિલના સર્જન વિભાગના તબીબો બાળકીના પેટમાંથી ખીલો કાઢી શક્યા નહોતા.

Latest Stories