/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/01_1529497119.jpg)
મગદલ્લા ખાતે આવેલી જમીનનો બે પક્ષો વચ્ચે ચાલતા ખટરાગ મામલે કલેક્ટરમાં આવ્યા હતા
સુરત ક્લેક્ટર કચેરીમાં જ બે પક્ષો સામસામે આવી જતાં ધિંગાણું સર્જાયું હતું. જમીનના મુદ્દે આજે ક્લેક્ટર કચેરી ખાતે બન્ને પક્ષો ઉપસ્થિત રહ્યા હતા. ધિંગાણાને પગલે પોલીસ દોડી આવતાં મામલો થાળે પડ્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો./connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/06/DSC_5793_NEW.jpg)
શહેરનાં મગદલ્લા ખાતે આવેલી જમીનને લઈને બે પક્ષો વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો. જે મુદ્દે આજે ક્લેકટર કચેરીમાં તારીખ હોવાથી બન્ને પક્ષો હાજર રહ્યાં હતાં. જેમાં બન્ને પાર્ટીઓ એકબીજા પર સામ સામે આવી ગઈ હતી. એકબીજાને જાહેરમાં ફટકાર્યા હતાં.
લોખંડની વસ્તુથી હુમલો થતાં અડાજણના કલ્પના સોસાયટીમાં રહેતા હિતેશ જીવન પટેલ ઈજાગ્રસ્ત થયાં હતાં. વણસેલી વાતને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મામલો થાળે પડાવ્યો હતો. બાદમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં જાણવા મળ્યું હતું કે તેજસભાઈ સાથે બે વ્યક્તિએ તેના પર હુમલો કર્યો હતો.