સુરતના : 5 વર્ષ અગાઉ થયેલ સંબંધીની હત્યાનો ભેદ ઉકેલાયો, મૃતદેહને ચણી દેવાયો હતો દિવાલમાં..!

New Update
સુરતના : 5 વર્ષ અગાઉ થયેલ સંબંધીની હત્યાનો ભેદ ઉકેલાયો, મૃતદેહને ચણી દેવાયો હતો દિવાલમાં..!

સુરતના પાંડેસરા વિસ્તારમાં વર્ષ 2015માં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં આરોપીએ પોતાના સંબંધીની હત્યા કરી તેના મૃતદેહને મકાનની દિવાલમાં ચણી દીધો હતો, ત્યારે દિવાલમાં ચણી દેવાયેલા મૃતદેહના હાડપિંજરને પોલીસ, એક્જિક્યુટિવ મામલતદાર, એફએસએલની હાજરીમાં બહાર કાઢવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીના વિભાગ-3માં ગુનાહિત ઈતિહાસ ધરાવતા રાજુ બિહારીએ પોતાના સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કરી હતી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ કોઈને આશંકા ન જાય તે માટે હત્યારાએ કિશનના મૃતદેહને દિવાલમાં ચણી દીધો હતો. જોકે બાતમીના આધારે પોલીસે ઘરના રસોડામાં ચણી દેવાયેલ દિવાલના પ્લાસ્ટરનું 6 શ્રમિકો દ્વારા 3 ફૂટ સુધી ખોદકામ કરાવ્યુ હતું. જેમાં લગભગ 2 કલાકની જહેમત બાદ મૃતક શિવમનું હાડપિંજર મળી આવ્યું હતું. દાદરની નીચે ખાલી જગ્યા પડી હતી તેમાં શિવમનો મૃતદેહ ચણી દેવામાં આવ્યો હતો. જોકે 5 વર્ષ બાદ કિશનના મૃતદેહને બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા, ત્યારે કિશનનો મૃતદેહ મળ્યો હોવાની જાણ થતાં જ તેનું પરિવાર પણ આશાપુરી સોસાયટીમાં દોડી આવ્યું હતું.

સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, પોતાના જ સંબંધીની હત્યા કરનાર આરોપી રાજુ ભરૂચના એક કેસમાં જેલમાં જતો રહ્યો હતો. જોકે પેરોલ પર છૂટ્યા બાદ તે હાજર થયો નહોતો, ત્યારે બાતમીના આધારે પોલીસે પૂછપરછ કરતાં હત્યાનો સમગ્ર ભેદ ઉકેલાયો હતો. શિવમની હત્યા કરી તેના મૃતદેહને દીવાલમાં ચણી દેવામાં આવ્યો હતો. જેથી મામલતદાર અને પાંડેસરા પીઆઈ સહિત એફએસએલના અધિકારીઓને સાથે રાખીને મૃતદેહનો કબ્જો લઈ ફોરેન્સિકની હાજરીમાં પીએમ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે રીઢા ગુનેગાર રાજુને હાલ પોલીસે ઝડપી પાડ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Read the Next Article

ICC દ્વારા WOMEN'S T20 વર્લ્ડકપનું શિડ્યૂલ કરાયું જાહેર, કુલ 12 ટીમો લેશે ભાગ

ICC દ્વારા T20 વર્લ્ડકપનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્લ્ડકપ આવતા વર્ષે યોજાશે. શિડ્યૂલ જાહેર થતાં જ એ પણ નક્કી થઈ ગયું છે કે કઈ ટીમને કયા ગ્રુપમાં

New Update
ICC W

ICC દ્વારા T20 વર્લ્ડકપનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્લ્ડકપ આવતા વર્ષે યોજાશે. શિડ્યૂલ જાહેર થતાં જ એ પણ નક્કી થઈ ગયું છે કે કઈ ટીમને કયા ગ્રુપમાં રાખવામાં આવી છે.

ખાસ વાત એ છે કે ભારત અને પાકિસ્તાનને ફરીથી એક જ ગ્રુપમાં મૂકવામાં આવ્યા છે. આ બંને ટીમો વચ્ચેના મોટા મેચની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

મહિલા T20 વર્લ્ડકપ 2026 આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાવાનો છે. આ વર્લ્ડ કપની 10મી આવૃત્તિ હશે. જૂનમાં યોજાનારા આ વર્લ્ડકપની પહેલી મેચ 12મી તારીખે થશે. જેમાં યજમાન ઇંગ્લેન્ડનો સામનો શ્રીલંકા સામે થવાનો છે. આ વર્લ્ડકપમાં કુલ 12 ટીમો ભાગ લેશે, તેથી કહી શકાય કે આ અત્યાર સુધીનો સૌથી મોટો વર્લ્ડકપ હશે. જો ગ્રુપ વિશે વાત કરીએ તો ICC એ આ માટે બે ગ્રુપ બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત, દક્ષિણ આફ્રિકા, ભારત અને પાકિસ્તાનને ગ્રુપ 1 માં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, બે વધુ ટીમો આવશે, તે પછીથી નક્કી કરવામાં આવશે.

જો આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની વાત કરીએ, તો આ મેચ 14 જૂને રમાશે. ભારત અને પાકિસ્તાનની ટીમો હવે ફક્ત ICC અથવા ACC ટુર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે, તેથી આ મેચનો ઉત્સાહ પણ ચરમસીમાએ છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, તેથી તેમની વચ્ચેનો મુકાબલો ફક્ત લીગ સ્ટેજમાં જ શક્ય બનશે, ભવિષ્યમાં મેચ થવાની શક્યતા ખૂબ ઓછી છે.

T20 વર્લ્ડકપનું સંપૂર્ણ શિડ્યૂલ 
શુક્રવાર 12 જૂન: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ શ્રીલંકા, એજબેસ્ટન
શનિવાર 13 જૂન: ક્વોલિફાયર વિરૂદ્ધ ક્વોલિફાયર, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ
શનિવાર 13 જૂન: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ
શનિવાર 13 જૂન: વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ, હેમ્પશાયર બાઉલ
રવિવાર 14 જૂન: ક્વોલિફાયર વિરૂદ્ધ ક્વોલિફાયર, એજબેસ્ટન
રવિવાર 14 જૂન: ભારત વિરૂદ્ધ પાકિસ્તાન, એજબેસ્ટન
મંગળવાર 16 જૂન: ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ શ્રીલંકા, હેમ્પશાયર બાઉલ
મંગળવાર 16 જૂન: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ક્વોલિફાયર, હેમ્પશાયર બાઉલ
બુધવાર 17 જૂન: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ક્વોલિફાયર, હેડિંગલી
બુધવાર 17 જૂન: ભારત વિરૂદ્ધ ક્વોલિફાયર, હેડિંગલી
બુધવાર ૧૭ જૂન: દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પાકિસ્તાન, એજબેસ્ટન
ગુરુવાર ૧૮ જૂન: વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ક્વોલિફાયર, હેડિંગ્લી
શુક્રવાર ૧૯ જૂન: ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ક્વોલિફાયર, હેમ્પશાયર બાઉલ
શનિવાર ૨૦ જૂન: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ક્વોલિફાયર, હેમ્પશાયર બાઉલ
શનિવાર ૨૦ જૂન: પાકિસ્તાન વિરૂદ્ધ ક્વોલિફાયર, હેમ્પશાયર બાઉલ
શનિવાર ૨૦ જૂન: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ક્વોલિફાયર, હેડિંગ્લી
રવિવાર ૨૧ જૂન: વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ શ્રીલંકા, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ
રવિવાર ૨૧ જૂન: દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ભારત, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ
મંગળવાર ૨૩ જૂન: ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ક્વોલિફાયર, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ
મંગળવાર ૨૩ જૂન: શ્રીલંકા વિરૂદ્ધ ક્વોલિફાયર, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ
મંગળવાર ૨૩ જૂન: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પાકિસ્તાન, હેડિંગ્લી
બુધવાર ૨૪ જૂન: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વેસ્ટ ઇન્ડીઝ, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ
ગુરુવાર ૨૫ જૂન: ભારત વિરૂદ્ધ ક્વોલિફાયર, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ
ગુરુવાર ૨૫ જૂન: દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ક્વોલિફાયર, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ
શુક્રવાર ૨૬ જૂન: શ્રીલંકા વિરૂદ્ધ ક્વોલિફાયર, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ
શનિવાર ૨૭ જૂન: પાકિસ્તાન વિરૂદ્ધ ક્વોલિફાયર, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ
શનિવાર ૨૭ જૂન: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ન્યુઝીલેન્ડ, ધ ઓવલ
રવિવાર ૨૮ જૂન: દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ક્વોલિફાયર, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ
રવિવાર ૨૮ જૂન: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારત, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ

મંગળવાર ૩૦ જૂન: ટીબીસી વિરૂદ્ધ ટીબીસી (સેમી-ફાઇનલ ૧), ધ ઓવલ
ગુરુવાર ૨ જુલાઈ: ટીબીસી વિરૂદ્ધ ટીબીસી (સેમી-ફાઇનલ ૨), ધ ઓવલ
રવિવાર ૫ જુલાઈ: ટીબીસી વિરૂદ્ધ ટીબીસી (ફાઇનલ), લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ