સુરતના ઉધના વિસ્તારમાં DJ વગાડવા બાબતે એક યુવકની હત્યા

New Update
સુરતઃ યુવાનની હત્યા કરાયેલી લાશ મળી, પોલીસમાં નોંધાયી હતી ગુમ થયાની ફરિયાદ

છેલ્લા થોડા સમયથી સુરતમાં હિંસક ઘટનાનું પ્રમાણ વધી રહ્યું છે. ગઈકાલે મોડી સાંજે સુરતના ઉધના વિસ્તારમાં એક યુવકની નજીવી બાબતે હત્યા કરવામાં આવેલ છે. આ અંગે મળી રહેલ માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં આવેલ રણછોડ નગર નજીક બર્થડે પાર્ટી ચાલી રહી હતી ત્યારે તેમાંથી ડી.જે. વગાડવા બાબતે કોઈ વિવાદ બન્યો હતો જેમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે.

સુરતમાં છેલ્લા ઘણાં સમયથી સામાન્ય બાબતોમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. જેના કારણે સુરત શહેર પોલીસ નકામી પુરવાર થઈ રહી છે. ગઈકાલની ઘટનામાં ઉધના વિસ્તરામાં સરેઆમ એક યુવકની હત્યા કરવામાં આવી છે. ડીજે સંચાલકની હત્યા કરવામાં આવી છે. જો કે હત્યા કયા કારણથી કરવામાં આવી તે સામે આવ્યું નથી.

publive-image

ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચ્યા પછી માહિતી આપતાં જણાવ્યું કે, બર્થડે પાર્ટીમાંથી DJ વગાડવા બાબતે હત્યા કરાઈ હોવાનું અનુમાન કરવામાં આવેલ છે. આ અંગે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ હત્યા પાછળના કારણ જાણવા માટેના પ્રયત્ન કરી રહ્યું છે.

Latest Stories