સુરતના સીમાડા ખાતે જૂનું મકાન ધરસાઈ જતાં ૪ ઘાયલ

સુરતના સીમાડા ખાતે જૂનું મકાન ધરસાઈ જતાં ૪ ઘાયલ
New Update

૪ લોકો દબાયા દબાયેલા લોકોને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા

લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

સુરત સીમાડા ખાતે જૂનું મકાન ધરસાઈ થઈ જતા ૪ લોકો દબાયા ગયા હતા દબાયેલા લોકોને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સુરત સીમાડા પટેલ ફળિયુ ખાતે આજરોજ જુનુ મકાન અચાનક ધરાશાયી થઈ જતા મકાનમાં હાજર ચાર લોકો દબાઈ ગયા હતા ફાયર ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે દોડી દબાયેલા લોકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સીમાડા પટેલ ફળિયામાં રહેતા આશિષભાઈ પટેલ પરિવાર સાથે રહે છે જ્યારે આજરોજ એનું મકાન અચાનક ધરાશાયી થઈ જતા તેમના પરિવારના ડિમ્પલ આશિષભાઈ પટેલ ઉંમર ૩૮, ઝીલ આશિષભાઈ પટેલ ઉંમર ૧૪,જસ આશિષભાઈ પટેલ ઉંમર ૧૦, રૂબી પ્રકાશ ભાઈ પટેલ ઉમર ૧૪ મળી કુલ ચાર સભ્યો દબાઈ ગયા હતા. જ્યારે ઘટનાને લઈ દબાયેલા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેને લઇ તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાને લઈ ફાયર કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી બચાવ કરવાની કામગીરી હાથ ધરી હતી

#News #Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article