/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/Narmada.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસે આવેલા ઢાંકી ગામમાં એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાની સાથે સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ભાવનગર સહિતના વિસ્તારના લોકોની તરસ છીપાવવા માટે આ સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન ગણાતું હતું. પાણીની આવક ઘટતા પ્રથમ વખત અહીં કેનાલના તળીયા દેખાવા લાગ્યા છે. પ્રતિદિન 2379 કરોડ લિટર પાણીની જરૂરિયાત હોય છે. તેની સામે માત્ર 1472 કરોડ લિટર જ પાણી આવતાં 907 કરોડ લિટર પાણીની ઘટ સર્જાયી છે. પરિણામે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જળસંકટ સર્જાવાની સ્થિતિ સામે આવી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/Narmada02.jpg)
સુરેન્દ્રનગર સ્થિત ઢાંકી પમ્પિંગ સ્ટેશન એ એન્જિનિયરિંગ ક્ષેત્રના પડકાર સામે કરેલી કમાલનું ઉત્તમ ઉદાહરણ છે. નર્મદા કેનાલનું ઢાંકી મુખ્ય પમ્પિંગ સ્ટેશનથી કુલ પાંચ પમ્પિંગ સ્ટેશનમાં હેવી વોલ્ટેજની મોટરોથી પાણી પમ્પિંગ કરીને સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ તથા ભાવનગર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે. એક સાથે આટલા બધા પાણીની ઘટ સર્જાતા સૌરાષ્ટ્ર, કચ્છ અને ભાવનગર તરફ જતા પાણીમાં મોટો કાપ મૂકવો પડયો છે. આથી પાણીની તંગી સર્જાવાની સ્થિતિ સર્જાઇ છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/Narmada01.jpg)