/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/1502808573278.jpg)
સુરત એરપોર્ટ પર ઈમીગ્રેશન ચેકપોસ્ટની સુવિધા શરૂ
રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિમાની સેવા માટે સતત લડત ચલાવી રહેલાં સુરતવાસીઓને આખરે સફળતા સાંપડી છે. ભારત સરકારની હોમ મિનીસ્ટ્રીએ સુરત એરપોર્ટ પર ઈમીગ્રેશન ચેકપોસ્ટની સુવિધા શરૂ કરતો અધિકૃત ગેઝેટ બહાર પાડયો છે. આ સાથે જ હવે સુરત એરપોર્ટ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું બન્યું છે. સુરત એરપોર્ટ પર પાસપોર્ટ, વિઝા ક્લીયરન્સની કામગીરી થઈ શકશે.
કેન્દ્ર સરકારના હોમ મીનીસ્ટ્રી દ્વારા એક ગેઝેટ બહાર પાડી ઈમીગ્રેશન ક્લીયરન્સ ચેકપોસ્ટ સુરત એરપોર્ટ પર શરૂ કરવા જાહેરાત કરી છે. હજુ થોડા દિવસો અગાઉ ભારત સરકારના કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા સુરત એરપોર્ટને કસ્ટમ ક્લિયરન્સની સુવિધા ફાળવવાની જાહેરાત કરાઈ ત્યાર બાદ હવે ભારત સરકાર દ્વારા એક ગેઝેટ બહાર પાડીને સુરત એરપોર્ટ પર ઈમિગ્રેશન ક્લિયરન્સની સેવા શરૂ કરવાની અધિકૃત જાહેરાત કરાઈ છે.
મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના નોટિફિકેશન અનુસાર સુરત એરપોર્ટને પાસપોર્ટ રૂલ્સ ૧૯૫૦ અનુસાર કલમ ૩ના સબરૂલ (બી) મુજબ સુરત એરપોર્ટને માન્ય દસ્તાવેજો સાથે ભારતમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે ઈમિગ્રેશન ચેકપોસ્ટ માટે મંજૂરી અપાઈ છે. સુરતના તાપી તટે એક જમાનામાં ૮૪ દેશના વાવટા ફરકતા હતા, હવે જ્યારે સુરત એરપોર્ટ ઈન્ટરનેશનલ બન્યું છે ત્યારે અનેક દેશોના વિમાનો સુરતના એરપોર્ટ પર લેન્ડ થાય તે દિવસો દૂર નથી.