હાંસોટઃ કંટીયાજાળમાં મહિનાથી વીજ ધાંધિયાને પગલે ગ્રામજનોમાં આક્રોશ

New Update
હાંસોટઃ કંટીયાજાળમાં મહિનાથી વીજ ધાંધિયાને પગલે ગ્રામજનોમાં આક્રોશ

હાંસોટ મામલતદાર કચેરીએ અને તાલુકા પંચાયત કચેરીએ ગામલોકોએ આવેદન પત્ર પાઠવ્યું

હાંસોટ તાલુકાના કંટીયાજાળ ગામમાં છેલ્લા એક મહિનાથી વીજ કંપની દ્વારા વીજપુરવઠો પૂરો પાડવામાં નિષ્ફળ જતાં ગામલોકોએ વારંવાર રજુઆત કરી હતી. છતાં કોઇ ઉકેલ ન આવતા આજરોજ કંટીયાજાળ ગામ લોકો દ્વારા હાંસોટ મામલતદાર તથા તાલુકા પંચાયત કચેરીએ આવેદન પત્ર પાઠવી વીજ સમસ્યાને સત્વરે દૂર કરવા રજૂઆત કરી હતી. ટૂંક સમયમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

publive-image

હાંસોટ તાલુકાના નર્મદા નદીના છેવાડાના કંટીયાજાલ ગામમાં હાંસોટ વીજ કંપની દ્વારા વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા એક મહિનાથી વીજપુરવઠો પુરો પાડવામાં વીજકંપની ધાંધીયા કરે છે. દરરોજ રાત્રે અથવા દિવસે ગામમાં વીજળી બંધ થઈ જાય છે. જેના લીધે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તકલીફ ઊભી થાય છે. ગામ લોકોને ન્હાવા - ધોવાના પાણીની સમસ્યા પણ ઉભી થઈ છે. આ બાબતે વારંવાર રજુઆત કરવામાં આવવા છતાં વીજકંપની દ્વારા યોગ્ય ઉકેલ આવતો નથી.

publive-image

લોકો રજૂઆત કરવા જતાં વીજ કંપનીનાં કર્મચારીઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે. આવી રજૂઆત કરતું આવેદનપત્ર આજે કંટીયાજાલ ગામનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમણે હાંસોટ મામલતદાર જે.એચ.રાઠવા તથા હાંસોટ તાલુકા પંચાયતના ટીડીઓ વી.જી.નાઈકને આવેદન પત્ર પાઠવી ગામલોકોની સમસ્યાને દૂર કરવા રજૂઆત કરી હતી. વેળાસર ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની મકી ઉચ્ચારી છે મામલતદાર શ્રી તથા ટીડીઓ દ્વારા સક્ષમ અધિકારી ને જાણ કરી વહેલી તકે આ બાબતે ઉકેલ આવે તેવા પ્રયત્નો કરવાંની હૈયા ધારણા આપવામાં આવી છે.

Latest Stories