/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/bh-1-e1561566582576.jpg)
પોલીસ મહાનિરિક્ષક વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના મુજબ જીલ્લામા બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા તેમજ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી તથા વાહન ચોરીઓ અંગેના ગુનાઓ શોધી કાઢવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય જેથી પો.સ.ઇ.ગઢવીના માર્ગ દર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન મળેલ બાતમી આધારે અગાઉ વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ રીઢો ગુનેગાર અનસ ફારૂક લહેરી રહે, ખરોડ તા.અંકલેશ્વર જી.ભરૂચ તથા શબ્બીર યાકુબ બેરા રહે, ખરોડ, દારૂ ઉલુમ, તા.અંકલેશ્વર જી. ભરૂચ નાઓની પાસેથી એક ચોરીની હોન્ડા એવીએટર સાથે શકમંદ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે પોકેટ કોપનો ઉપયોગ કરી હોન્ડા એવીએટરની માહીતી મેળવતા ચોરીની હોન્ડા એવીએટર મોટર સાઇકલ હોવાનું જણાઇ આવતા બંન્નેવ આરોપીઓની અટક કરી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અંકલેશ્વર રૂરલ પો.સ્ટે, ને સુપરત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીનો ગુનાહિત ભુતકાળ ઘરાવે છે.આ આરોપી અનસ ફારૂક લહેરી સુરત જીલ્લામાં તથા ભરૂચ જીલ્લામાં ૫૪ જેટલા વાહન ચોરીના ગુના પકડાયા છે.