અંકલેશ્વરનાં મીરા નગર પાસે થી ભરૂચ એલસીબી પોલીસે દેશી તમંચા સાથે એક ઈસમની ધરપડક કરી હતી.

ભરૂચ એલસીબી પોલીસનાં પીએસઆઇ એ.એસ. ચૌહાણ પોતાનાં સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન અંકલેશ્વરનાં મીરા નગર પાસે એક ઈસમ હથિયાર વેચવા માટે ફરતો હોવાની બાતમી મળી હતી.જે ચોક્કસ બાતમીનાં આધારે એલસીબી પોલીસે મીરા નગર પાસે વોચ ગોઠવીને દેશી તમંચા સાથે જગ મોહનસિંગ શિવપાલ કુસ્વાહા રહે સોનમ સોસાયટી, રાજપીપળા રોડ અંકલેશ્વરનાં ઓ ની ધરપકડ કરી હતી.પોલીસે જગ મોહન શિવપાલ પાસે થી બે જીવતા કારતુસ તેમજ રોકડા રૂપિયા 5500 પણ કબ્જે લીધા હતા.

એલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરીને દેશી તમંચો કિંમત રૂપિયા 5000, બે કારતુસ રૂપિયા 200, રૂપિયા 5500 રોકડા તેમજ એક એક્ટિવા ગાડી મળી કુલ રૂપિયા 55,700નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને જગ મોહન આ હથિયાર ક્યાં થી લાવ્યો હતો, તે અંગેનાં પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here