Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના ભડકોદ્રા પાસે પેસેન્જર ભરેલી વાન પલટી:૧ ઘાયલ

અંકલેશ્વરના ભડકોદ્રા પાસે પેસેન્જર ભરેલી વાન પલટી:૧ ઘાયલ
X

અંકલેશ્વરના ભડકોદ્રા રોડ ઉપર પુર ઝડપે પસાર થતી એક વાન અચાનક પલ્ટી મારતા વાનમાં સવાર એક પેસેન્જરને ઇજાઓ પહોંચી હતી.જેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="96288,96289,96290,96291,96292"]

અંકલેશ્વર ભડકોદ્રા રોડ ઉપરથી પેસેન્જરો ભરી પસાર થતી મારૂતિ વાન નં. GJ-07-BN-1650 એકા એક પલ્ટી મારી જતા વાનમાં સવાર પેસેન્જરોના જીવ તાળવે ચોંટયા હતા. જોકે આ ઘટનામાં વાનમાં સવાર એક ઈસમ નેત્રંગના રહેવાસી ૪૫ વર્ષીય નરેંન્દ્ર ભગતને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ કરાતા ઘાયલને ૧૦૮ મારફતે સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.આ ઘટનામાં વાનને મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગે અંકલેશ્વર પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Next Story