અંકલેશ્વરની રામદેવ કેમિકલ કંપનીમાં એક કામદારનું મોત

New Update
અંકલેશ્વરની રામદેવ કેમિકલ કંપનીમાં એક કામદારનું મોત

કામદાર પગ લપસી જતા બોરમીલમાં પડતા મોત નીપજ્યું

અંકલેશ્વર ની રામદેવ કેમીકલ કંપની માં બોર મીલમાં મટીરીયલ ચાર્જ કરતી વખતે એક કામદારનો પગ લપસી જતા કામદાર બોરમીલમાં પડતા તેનું મોત નીપજ્યું હતું

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ રામદેવ કેમીકલ ઈન્ડસ્ટીઝમાં કામ કરતો 21 વર્ષીય રાહુલ કીસ્ટો મહતો પ્લાન્ટમાં બોર મીલમાં મટીરીયલ ચાર્જ કરી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક તેનો પગ લપસી જતા તે બોર મીલમાં પડતા નજીક કામ કરતા કામદારો દોડી આવ્યા હતા. રાહુલ મહતોને બહાર કાઢી કંપની સંચાલકોને જાણ કરતા તેઓ તાત્કાલિક તેને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પીટલમાં ખસેડવામાં આવતા ત્યાંના તબીબો એ રાહુલ મહતોને મૃત જાહેર કર્યો હતો,આ અંગેની જાણ જીઆઇડીસી પોલીસ મથકમાં કરાતા પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી.

Latest Stories