અંકલેશ્વરમાં બર્મામાં મુસ્લિમો પર થયેલા અત્યાચારનાં વિરોધમાં વિશાળ મૌન રેલી યોજાઈ

New Update
અંકલેશ્વરમાં બર્મામાં મુસ્લિમો પર થયેલા અત્યાચારનાં વિરોધમાં વિશાળ મૌન રેલી યોજાઈ

બર્મામાં મુસ્લિમો પર થયેલા અત્યાચારનાં વિરોધમાં અંકલેશ્વર મુસ્લિમ સમુદાય દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, અને વિશાળ મૌન રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતુ.

publive-image

બર્મામાં વસતા રોહીંગ્યા જાતિના મુસ્લિમોની હત્યા સહિતનાં અત્યાચારને વખોડી કાઢવા માટે અંકલેશ્વર મુસ્લિમ સમુદાય દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ, આ રેલી શહેર ખાતેથી નીકળીને પ્રાંત અધિકારીની કચેરી ખાતે પૂર્ણ થઇ હતી.

publive-image

અંકલેશ્વર મુસ્લિમ સમુદાયના આગેવાનો દ્વારા રેલી બાદ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતુ, અને રોહીંગ્યામાં અત્યાચારમાં મોતને ભેટનાર મૃતક મુસ્લિમોનાં પરિવારજનોને સાંત્વના પાઠવીને તેમની સુરક્ષા માટેની માંગ કરી હતી.