/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/17195144/03-1.jpg)
અંકલેશ્વર
પ્રખ્યાત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં વર્લ્ડ ચિલ્ડરન ડેની
ઉજવણી ભાગ રૂપે હોસ્પીટલમાં સારવાર લઈ ચૂકેલા જન્મજાત હ્રદય રોગથી પીડાતા બાળકોને
એકત્રિત કરવામાં આવ્યા હતા.
હોસ્પીટલમાં આવેલ
પીડિયાત્રિક કાર્ડિઓલોજી ડિપાર્ટમેન્ટ
કે જેમાં ઘણા બધા જન્મજાત હ્રદયરોગથી
પિડાતા બાળકોની સારવાર ડૉ. રાજીવ ખારવાર (કાર્ડિયોલોજીસ્ટ), ડૉ. રવિસાગર પટેલ (કાર્ડિયાક સર્જન), ડૉ. સ્નેહલ પટેલ (પીડિયાટ્રિક
કાર્ડિયોલોજીસ્ટ) અને ડૉ. વિકેશ રેવદિવાલા (કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ) દ્વારા
કરવામાં આવે છે. આ બધા જ સારવાર લઈ ચૂકેલા બાળકોને આજરોજ હોસ્પીટલમાં તેમના વાલીઓ
સાથે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ તમામને
હોસ્પિટલની કાર્ડિયાક ટિમ દ્વારા ઘણી જ મહત્વની હ્રદયની સાર સંભાળ માટેની માહિતી
આપવામાં આવી હતી. જેથી તેમનું જીવન કોઈ પણ પ્રકારની હ્રદયની તકલીફ વગર પસાર થઈ
શકે. હાજર રહેલ તમામ બાળકોને તેમનો ઉત્સાહ વધારવા હોસ્પિટલ દ્વારા ભેટ આપવામાં આવી
હતી.
આ હોસ્પીટલનો
પીડિયાટ્રિક કાર્ડિયાક વિભાગ કોઈ પણ પ્રકારના બાળકોના હ્રદયરોગની સારવાર આપવા માટે
સક્ષમ છે. આ ઉપરાંત મુખ્યમંત્રી અમૃતમ અને આયુષમાન યોજના હેઠળ ની:શુલ્ક સારવાર
આપવામાં પણ આવી રહેલ છે.