ભરૂચLCBએ રૂપિયા ૬,૨૨,૯૬૦નો મુદ્દામાલ કબ્જે કરી કરી એકની અટકાયત

અંકલેશ્વર ખાતે ભરૂચ એલ.સી.બીના ઇંચાર્જ પી.આઇ.કે.જે. ધડુક તેમની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા.દરમિયાન તેમને મલેલ બાતમીના આધારે અંકલેશ્વરની વિપીન પાર્ક સોસાયટીન નાકે વોચ ગોઠવતા એક સ્વીફટ કારમા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

પોલીસે અંકલેશ્વરના ગડખોલ પાટીયા પાસે આવેલ વિપીન પાર્ક સોસાયટીના નાકેથી પસાર થતી સ્વીફટ કાત નંબર GJ-16-CH-2389માંથી વિદેશીદારૂની હેરાફેરી કરતા વિરલ વિજયભાઇ પરમાર રહે. બી/૧૫૮ જનકવાટિકા સોસાયટી અંકલેશ્વર અને રાકેશ કરશનભાઇ પરમાર રહે. શેરાગામ તા.હાંસોટ પાસેથી ગાડીમાં લઈ જવાતો વગર પાસપરમિટનો વિદેશી દારૂ બોટલ નંગ ૨૩ કિંમત રૂપિયા ૧૧૯૬૦/- તથા મોબાઇલકિંમત ૧૧૦૦૦/- અને ગાડીની કિંમત રૂપિયા ૬,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬,૨૨,૯૯૦ ઝડપીપાડી તેમના વિરૂધ પ્રોહિબિશન ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

LEAVE A REPLY