/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault-23.jpg)
પોલીસે રૂપિયા 3.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અંકલેશ્વર જીઆઇડીસીમાં બાયર ક્રોપ સાયન્સ કંપનીની જંતુનાશક દવાની ડુપ્લીકેટ પ્રોડક્ટ બનાવીને વેચાણ કરતા એક ભેજાબાજની પોલીસે ધરપકડ કરી હતી, અને રૂપિયા 3.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીનાં પ્લોટ નંબર સી - 1 / 5511 ખાતેની શ્રી દત્ત એગ્રોટેક કંપનીનાં કિશોર જગનભાઈ પટેલ રહે વૈભવ પાર્ક,અંકલેશ્વરનાઓ બાયર ક્રોપ સાયન્સ કંપનીની જંતુનાશક દવાની ડુપ્લીકેટ પ્રોડક્ટ બનાવીને વેચાણ કરતા હોવાની બાતમી મુંબઈની આઈ.પી.ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ સર્વિસીસ પ્રા. લી.નાં રિઝોનલ મેનેજર આશિષ દિનેશભાઇ વાઘેલાને મળતા તેઓએ પોતાના સાથી કર્મચારીઓ સાથે શ્રી દત્ત એગ્રો ખાતે ગ્રાહક બનીને જંતુનાશક દવાનાં નમૂના મેળવ્યા હતા.
ત્યારબાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની મદદ લઈને શ્રી દત્ત એગ્રોટેક પર રેડ કરી હતી, અને આ રેડમાં બાયર કંપનીની જંતુનાશક દવાની ડુપ્લીકેટ બનાવેલ દવાનો જથ્થો કિંમત રૂપિયા 3.51 લાખનો મળી આવ્યો હતો.
આશિષ વાઘેલાએ શ્રી દત્ત એગ્રોટેકનાં કિશોર પટેલ સામે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,પોલીસે કિશોર પટેલ સામે ડુપ્લીકેટ દવા બનાવવા,કોપીરાઈટ એક્ટ તથા ટ્રેડમાર્ક એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.