New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/WhatsApp-Image-2019-07-19-at-12.52.15-PM.jpeg)
અંકલેશ્વર બેંક ઓફ બરોડા દ્વારા તેના ૧૧૨માં સ્થાપના દિવસ નિમિત્તે રેડક્રોસ બ્લ્ડ બેંકના સહયોગથી એક બ્લડ ડોનેશન કેમ્પ આયોજીત કરીને ઉજવણી કરી હતી.
તા.૧૯મીના રોજ બેંક ઓફ બરોડાની સેન્ટર પોઇન્ટ શાખા દ્વારા જી.આઇ.ડી.સી ખાતે એક રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું ઉદ્ધધાટન ક્ષત્રીય પ્રમુખ આર.કે.ગોયેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં બેંક ક્ર્મીઓ ઉપરાંત ગ્રાહકોએ પણ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે બેંકના ઉપ ક્ષેત્રીય પ્રમુખ આર.એમ.ગૌતમ, ઇન્ડસ્ટ્રીયાલીસ્ટો, અંકલેશ્વર શાખાના પ્રમુખ મુકેશ બિજલાણી સહિત અન્ય શાખા પ્રમુખો ઉપસ્થીત રહ્યા હતા.