અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક માર્ગ અકસ્માતમાં 108 એમ્બ્યુલન્સનાં ચાલકનું મોત

New Update
અંકલેશ્વર રાજપીપળા  ચોકડી નજીક માર્ગ અકસ્માતમાં 108 એમ્બ્યુલન્સનાં ચાલકનું મોત

બાઈક લઈને પસાર થતી વેળાએ ટેન્કર ચાલકે મારી ટક્કર

અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક સર્વિસ રોડ પરથી બાઈક લઈને પસાર થતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનાં ચાલકને ટેન્કર ચાલકે ટક્કર મારતા તેઓનું કરુણ મોત નિપજ્યુ હતુ.

સુરતનાં કઠોર ગામ ખાતે રહેતા અને 108 એમ્બ્યુલન્સનાં ચાલક જાકીર હુસેન ભટ્ટીના ઓ બાઈક લઈને અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક સર્વિસ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા, તે અરસામાં તેઓની બાઇકને એક ટેન્કર ચાલકે પાછળથી ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો.

સર્જાયેલા અકસ્માતમાં જાકીર ભટ્ટીનું ગંભીર ઇજાઓનાં પગલે ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યુ હતુ. અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ટેન્કર છોડીને ફરાર થઇ ગયો હતો.

બનાવની જાણ થતાંની સાથે અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી, અને બનાવ અંગેની તપાસ શરુ કરી હતી.