/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/05/13095909_1604704029750332_5123313722492104005_n-1.jpg)
અંકલેશ્વર-હાંસોટ માર્ગ આમલા ખાડી પાસે ફાયર ટેન્ડર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં બાઇકસવાર પિતા-પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા બન્નેના કરૂણ મોત નિપજ્યા હતા.
અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામના દૂધ ડેરી ફળિયામાં રહેતા 35 વર્ષિય નિતેષ મનસુખભાઇ પટેલ પોતાના 6 વર્ષિય પુત્ર નીલ સાથે અંકલેશ્વર આવી રહ્યા હતા. ત્યારે હાંસોટ માર્ગ પર ફાયરબંબાના ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારતા નિતેષભાઇની બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.
માર્ગ અકસ્માતમાં પિતા-પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા બન્નેના સ્થળ પર જ કરૂણ મોત થયા હતા.અકસ્માત બાદ ફાયરબંબાનો ચાલક ફાયર ટેન્ડર છોડીને ફરાર થઇ ગયો હતો.
ઘટનાની જાણ થતાં માટીયેડ ગામના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અંકલેશ્વર પોલીસે મૃતક પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
/connect-gujarat/media/post_attachments/efa8b28e7eaf5afbcf1614a16db359fa0e5fe5c0413ca37158a1de96c6c3c9be.gif)