New Update
ભરૂચના વાલિયામાં સર્જાયો અકસ્માત
વાલિયા ચાર રસ્તા પર અકસ્માત સર્જાયો
2 બાઈક સામસામે ભટકાય
બાઈક સવાર પત્નીનું મોત
પતિ સહિત 2 લોકોને પહોંચી ઇજા
ભરૂચના વાલિયા ગામના ચાર રસ્તા પાસે બે બાઇક સામસામે ભટકાતા એક યુવતીનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે પતિ સહિત બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.
સાગબારાના જાવલી ગામના અને હાલ ભરૂચના વાલિયા ગામની સિલુડી ચોકડી પાસે બ્લોક બનાવતી ફેક્ટરીમાં રહેતી 30 વર્ષીય શર્મિલા વસાવા પોતાના પતિ વિશાલ વસાવા સાથે બાઈક વતનમાં જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન વાલિયા ગામના ચાર રસ્તા પાસે સામેથી પૂરપાટ ઝડપે આવતી ભિલોડ ગામના રોશન રવજી વસાવાની બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે દંપતી સહિત ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શર્મિલાબહેનનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત રોશન વસાવાને વધુ સારવાર માટે અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.
Latest Stories