New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/05/abhishek-bachchan_640x480_71435832454.jpg)
અમિતાભ બચ્ચન બોલીવુડમાં "એન્ગ્રીમેન" તરીકે જાણીતા છે, પરંતુ હવે જુનિયર બચ્ચન પણ આગામી ફિલ્મમાં " બેડ ટેમ્પર" ધરાવતા યુવકની ભૂમિકામાં જોવા મળશે, અભિષેક બચ્ચની આ ફિલ્મનું નિર્માણ તેમજ સ્ક્રિપ્ટ પણ પોતાની જ છે, "સનક " નામની આ ફિલ્મમાં તે" બેડ ટેમ્પર" ધરાવતા યુવાનની ભૂમિકામાં જોવા મળશે.
ભૂતકાળમાં અભિનેતાએ યુવા અને રાવણ ફિલ્મમાં "રેગિંગ પાત્ર" ભજવ્યા છે, જોકે તેની છેલ્લી ફિલ્મો કોમેડી રહી છે જેવી કે ઓલ ઇઝ વેલ, હાઉસફુલ 3, હેપ્પી ન્યુ ઈયર.
અભિનેતા હાલ કારકિર્દીમાં થોડો ધીમો થઈ ગયો હતો, પરંતુ હાલ જણવા મળ્યા મુજબ છ ફિલ્મો માટે તેની વાતચીત કરી રહ્યો છે, તેમજ રોની સ્ક્રૂવાળા સાથે પણ એક ફિલ્મ માટે વાતચીત ચાલી રહી છે, આ ફિલ્મમાં અભિષેક પત્ની સાથે કામ કરે તેવી શક્યતા છે.